કડી કોટન માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, ખેડૂત સંમેલન યોજાયું

કડી કોટન માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ, ખેડૂત સંમેલન યોજાયું
Spread the love
  • ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ
  • નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું
  • કડી,જોટાણા અને બેચરાજી તાલુકાના ખેડુતો સંમેલનમાં હાજર રહ્યા હતા.

મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા ખેડુત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડુતોના સર્વાંગી વિકાસ માટે “સાત પગલાં ખેડૂત કલ્યાણના.’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એજ રીતે કરા, માવઠુ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેડૂતોને બેઠા કરવા તથા આર્થિક રીતે સદ્ધર કરવા માટે રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ રાજ્યભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજ દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી છ ટકા વ્યાજ સરકાર દ્વારા ચુકવાવમાં આવે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણથી આવન-જાવન કરતા નાગરિકોને પ્રેરણા મળશે. દેશ એકતા અને અખંડિતા સાથે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં વિશ્વગૂરૂ બનવા જઇ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કડી કોટન માર્કેટયાર્ડના મુખ્યપ્રવેશ દ્વાર તેમજ કોટન માર્કેટ યાર્ડના પ્રવેશદ્વાર પર સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુતોના હિતમાં ૧૦૦ ટન વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ રૂ.૪૦.૮૨ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગના સંયુકત સહયોગથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણથી ડાંગરવા રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ રેલ્વે ઓવરબ્રિજ બનવાથી ડાંગરવા અને ઝુલાસણ ગામના નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કડી કોટન માર્કેટયાર્ડ ખાતે કોટન ટેસ્ટિંગ લેબોરેટરી રૂમનું નીરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ખેડુત સંમેલનમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વરસાદી વીજળીથી મૃત્યુ પામેલ પશુઓના માલિક લાભાર્થીને ચેક સહાય અપાઇ હતી. આ કાર્યક્રમમાં સંસદશ્રી શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર,ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,વિનોદભાઈ પટેલ કડી એપીએમસી ચેરમેન,શારદાબેન પટેલ પાલિકા પ્રમુખ, શૈલેષભાઇ પટેલ મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ,અશ્વિનભાઇ પટેલ,અરવિંદભાઇ કાપડીયા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લાના અધિકારી,પદાધિકારીઓ, અગ્રણીઓ,પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20200829-WA0061.jpg

Right Click Disabled!