કડી તાલુકાના વડુના યુવાને લોકડાઉન દરમિયાન અવનવાં રમકડાં બનાવ્યા

- કડી તાલુકાના વડુ ના યુવાનની અદ્રભૂત કારીગરી
કડી તાલુકાના વડુ ગામના નવલોહીયા યુવાન નિતેશ પ્રહલાદભાઈ પટેલ ની અવનવાં રમકડાં બનાવવાની અદ્રભૂત કારીગરી જોવા મળી છે. આજના યુવાનોમાં પૂરતું સાહસ,ધગશ અને કંઈક નવીન શોધ કરવાની તમન્ના જોવા મળે છે.આવી જ તમન્ના અને ધગશ કડી તાલુકાના વડુ ગામના યુવાન નિતેશ પ્રહલાદભાઈ પટેલમાં જોવા મળે છે.બાળપણ થી કંઈક નવીન કરવાની ભાવના વાળા યુવાને અવનવાં રમકડાં બનાવી લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કોરોના વાયરસમાં લોકડાઉનના સમયગાળામાં સમયનો સદુપયોગ કરીને લાકડું,એલ્યુમિનિયમ ધાતુ ના તાર,પ્લાયવુડ ની સીટો માંથી અવનવા રમકડાં બનાવ્યા છે.નવલોહીયા યુવાને નાના રમકડાં બનાવીને પંથકમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ખેતીને લગતા ટેક્ટર સહિતના થ્રેસર,ટોલી, કલ્ટી,પ્લાય,પાવડો,ખપો અને રોટાવેટર જેવા ઓજારો બનાવ્યા છે. આ ઉપરાંત બુલેટ,બાઇક,ટ્રક,મહિન્દ્રા પિકઅપ તથા જીપ જેવા અનેક આબેહૂબ રમકડાંથી બાળકો અને લોકોમાં આકર્ષણ ઉભું કર્યું છે.
કોરોના વાયરસ ને લીધે શાળા કોલેજો બંધ છે ત્યારે કોલેજમાં આટર્સ વિભાગમાં અભ્યાસ કરતા યુવાન ને કોઈ ટેક્નિકલ ફિલ્ડ નો અભ્યાસ કર્યા વિના આવડત, કોઠાસૂઝ અને ધગશ તથા બાળપણ થી અવનવાં રમકડાં બનાવવાના શોખ ને લીધે અવનવા રમકડાં બનાવ્યા કરે છે. “નાન પણ થી અવનવું કરવાની ઘગશ હતી. માતા-પિતા ની પ્રેરણા અને સપોર્ટ ના લીધે આજે આ કાર્ય પુર્ણ કર્યું છે. મારો બીજો પ્રોજેક્ટ જલ્દી શરૂ થશે રમકડાં તથા નવી નવી વસ્તુઓ બનાવવા પાછળ ખર્ચ પણ થતો હોય છે.પરંતુ કઈ વિશેષ કરવાની તમન્ના છે. ખેડુતો ના ઉપયોગ માં આવે તેવી વસ્તુ તૈયાર કરવી છે. સરકારી સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હેઠળ કઈ કરી આગળ વધવા માગું છું. ” તેમ નિતેશ પટેલે જણાવ્યું હતું. જો ભારત માં પણ આવાં યુવાનોને પ્રોત્સાહિત કરી આગળ લાવવામાં આવે તો ભારત પણ રમકડાં ક્ષેત્રે એક નવી ઓળખ ઉભી કરી શકે છે.
