કડી તાલુકા પંચાયત ભવનનું 10મીએ નીતિન પટેલની હાજરીમાં થશે લોકાર્પણ

કડી તાલુકા પંચાયત ભવનનું 10મીએ નીતિન પટેલની હાજરીમાં થશે લોકાર્પણ
Spread the love

કડીના દેત્રોજ રોડ પર રૂ.૪.૨૫ કરોડના ખર્ચે નવીન તૈયાર થયેલ અદ્યતન તાલુકા પંચાયતનું 10મીએ શુક્રવારના રોજ લોકાર્પણ થવાનું હોઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી તૈયાર કરવામાં આવી રહેલા કડીના નવીન તાલુકા પંચાયત ભવનનું કામ ને આખરી ઓપ આપવાનું ચાલી રહ્યું છે.ચાર માળના નવીન તાલુકા પંચાયત ભવનમાં બહારગામથી આવતા અરજદારો માત્ર વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત નીચેના માળે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે જેથી તાલુકાના ગામડામાંથી આવતા અરજદારોની વિવિધ અરજીઓ તથા આવક,જાતિના દાખલા સરળતાથી મળી રહે.ભવનમાં તાલુકા પંચાયત કચેરીની તમામ શાખાઓ,પાતાળકુવા,આયોજન તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયતની કચેરીઓ માટે જુદા જુદા મળે અલગ રૂમ ની વ્યવસ્થા કરવામાં આવી છે.રૂ.૪.૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

IMG-20200707-WA0020.jpg

Right Click Disabled!