કડી દુર્ગાવાહિની તથા માતૃશક્તિની બહેનો દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધવામાં આવી

કડી પ્રખંડ દુર્ગાવાહીની તથા માતૃશક્તિની બહેનો દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધવામાં આવી. કડીમાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની કાર્યકર બહેનો દ્વારા ભાગ્યોદય હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. ભાગ્યોદય હોસ્પિટલમાં દિવસ રાત ખડેપગે સેવા આપતા કોરોના વોરિયર્સ સમા કોવિડ સેન્ટરના ડોકટર્સ , નર્સ , મેડિકલ સ્ટોર સ્ટાફ , સફાઈ કામદારો તથા સિક્યુરિટી ગાર્ડસને તથા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ઈશ્વરીય રક્ષા પ્રાપ્ત થાય એવી ભાવનાથી રક્ષા રાખડી બાંધવામાં આવી. એ તમામ કોરોના વોરિયર્સની રક્ષા માટે તથા એ સહુ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ કડી પ્રખંડના પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી વિશ્વાસ પટેલ, મયંકભાઇ સાહેબ,વંદનાબેન પટેલ, જ્વનિકાબેન,ક્રીના પટેલ તથા દુર્ગાવાહિની ની બહેનો અને બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
