કડી-પીરોજપુર કેનાલથી SOGએ વાહન ચોરો ઝડપાયાં

કડી-પીરોજપુર કેનાલથી SOGએ વાહન ચોરો ઝડપાયાં
Spread the love
  • આરોપીઓએ 20 ગુન્હાઓની કબૂલાત કરી

કડી-પીરોજપુર કેનાલ પાસેથી મહેસાણા એસ.ઓ.જી.ની ટીમે મેડા-આદરજ ગામ તરફથી આવતા ચોરીના બે બાઇકો સાથે ચાર ઈસમો ને ઝડપી પાડ્યા હતા. મહેસાણા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણી સારું અસરકારક કામગીરી કરવા સારું તેમજ એ.ટી.એસ.ચાર્ટર તેમજ જિલ્લાની મિલ્કત વિરુદ્ધના ગુન્હાઓ પકડવા માટે સૂચના આપેલ હોવાથી મહેસાણા એસ.ઓ.જી.નો સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી કે મેડા-આદરજ ગામ તરફથી ચાર ઈસમો બે મોટર સાયકલ ઉપર કડી તરફ જનાર છે અને બન્ને મોટર સાયકલ ચોરીના હોવાનો પાકો શક છે અને બન્ને મોટર સાયકલ પૈકી એક મોટર સાયકલ નંબર ૮૩૨૦ નો છે અને બીજા મોટર સાયકલના આગળના ભાગની નંબર પ્લેટ તૂટેલ હાલતમાં છે.

પાછળના ભાગે નંબર પ્લેટ નથી જે બાતમીના આધારે કડી તાલુકાના પીરોજપુર ગામના પાટીયા પાસે ચેકીંગ કરતા હતા ત્યારે બાતમીના વર્ણન વાળા બે મોટર સાયકલ આવતા તેમણે તેને રોકીને પૂછપરછ કરી વાહનોના કાગળ માગતા બાઇક ચાલકો વાહનના કાગળ તેમજ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.મહેસાણા એસ.ઓ.જી.એ ચારે ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં એક ઈસમ સગીર વયનો હતો.પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે 20 જેટલા ગુન્હાઓની કબુલાત કરી હતી જે પૈકી ચોરીના મોટર સાયકલ-૧૪,ચોરીના મોટર સાયકલના એન્જીન-૦૪,પેટ્રોલની ટાંકી-૦૪ આરોપીઓ પાસેથી કબજે કર્યા હતા જેમાં મહેસાણા જિલ્લાના કડી પો.સ્ટે.તથા અમદાવાદ શહેરના ઘાટલોડિયા તથા પાલડી,સોલા,બોપલ પો.સ્ટે.ની હદના કુલ ૧૧ ગુન્હાઓ ડિટેકટ થયા હતા.

ઝડપાયેલા આરોપીઓ
૧ – સેનમા બીપીનકુમાર મંગાભાઈ
રહે-બપીયારા(લક્ષ્મણપુરા),કડી
૨ – પંચાલ નિમેશકુમાર મનુભાઈ
રહે-૧૭/વૃંદાવન પાર્ક સોસા.વિશ્વકર્મા રોડ પાછળ,ચાંદલોડિયા,
૩ – વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાતે- દયા(રાજપૂત)
રહે-૧૯/વૃંદાવન સોસા.વિશ્વકર્મા સોસા.પાછળ,ચાંદલોડિયા,અમદાવાદ

IMG-20200709-WA0019.jpg

Right Click Disabled!