કડી પોલીસ હુમલો કરી હસ્તગત કરેલ આરોપીને ફરાર કરવાના પ્રયાસમાં મહિલા પોલીસ ઇજગ્રસ્ત

કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતાં આરોપી ફરદીનખાન પઠાણને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ત્યારે આરોપીની માતા અને બહેને કડી પોલીસ સ્ટેશનમાં આવી હાજર પોલીસ કર્મીઓ સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો જેમાં મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયી હતી. નાની કડી વિસ્તારનો નામચીન બુટલેગર દિલાવરખાન પઠાણ નો પુત્ર ફરદીનખાન પઠાણ પ્રોહીબિશનના ગુન્હાઓમાં આરોપી હોવાથી નાસતો ફરતો હતો જેની ભાળ મળતા કડી પોલીસે આરોપી ફરદીનખાન પઠાણને ઝડપી પાડી પોલીસ સ્ટેશનના ઉપરના માળે રાખવામાં આવ્યો હતો.શનિવારે રાત્રીના આશરે 8 વાગ્યાના અરસામાં આરોપીની માતા અને બહેન ઊંચા અવાજમાં બુમો પાડતા પોલીસ સ્ટેશનના ઉપરના માળે આરોપીને રાખવામાં આવ્યો હતો તે જગ્યાએ પહોંચી ગયા હતા.પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓ દ્વારા પૂછતાછ કરતા તેઓ આરોપીને છોડાવવા આવ્યા હોવાનું અને માતા અને બહેન થયાનું જણાવ્યું હતું.
આરોપી ફરદીનખાનની મોટી બહેને હાજર મહિલા પોલીસ કર્મી લક્ષ્મીબેન ને હું ફરદીનખાનની મોટી બહેન થાઉં છું તમે તેને કેમ પકડીને લાવ્યા છો એમ કહી આરોપી અને તેની માતા અને બહેન બીભત્સ ગાળો બોલતા હાજર મહિલા પોલીસ કર્મીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી પઠાણ ફિરોજાબાનું એ મહિલા પોલીસ કર્મીને ફેટ મારી ઝપાઝપી કરી ને આરોપીને ભગાડવાની કોશિશ કરતા આરોપી ફરદીનખાન ભાગવા લાગ્યો હતો જેથી હાજર પોલીસ કર્મીઓએ કોર્ડન કરીને ત્રણેય આરોપીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા.આરોપીઓએ કરેલ ઝપાઝપી માં આરોપીઓએ મહિલા પોલીસ કર્મીને મોઢા ઉપર તેમજ ગળાની ડાબી બાજુ નખ માર્યા હતા જેથી પોલીસ કર્મીને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કડી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આરોપીને ભગાડવાની કોશિષ, રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા અટકાવવી તથા રાજ્ય સેવક મહિલા કર્મચારી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ
૧ – પઠાણ ફિરોજાબાનું દિલાવરખાન
૨ – પઠાણ ફલકનાઝ દિલાવરખાન
૩ – પઠાણ ફરદીનખાન દિલાવરખાન
તમામ રહે.મલેક વાસ, નાની કડી, તા-કડી, જી-મહેસાણા
