કપરાડાના ગિરનારા ગામે એક કી.મી. જમીન ફાટીને બેસી જતાં પ્રજા ભયભીત

કપરાડાના ગિરનારા ગામે એક કી.મી. જમીન ફાટીને બેસી જતાં પ્રજા ભયભીત
Spread the love

વલસાડ જિલ્લાના કપરાડાના ગિરનારા ગામે સરકારી જમીનમાં એક કીલોમીટર જેટલા અંતરમાં જમીન ૮થી૯ ફૂટ ઘસીને નીચે બેસી જતાં પ્રજા ભયભીત થઈ જવા પામી છે. પ્રજાનું કહેવું છે કે ૩ દિવસથી ભૂકંપના ઝટકા લાગતાં હોવાથી આ ઘટના બની છે. જ્યારે તંત્ર કહે છે કે જમીન બેસી ગઈ છે. ૩ દિવસથી જમીન ખસતી હતી. શનિવારે એક કી.મી.કરતા પણ વધુ જમીનમાં ૯૦ ફૂટ લાંબો ખાડો પડી જતા પ્રજામાં ભય ફેલાયો છે. લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા.આ બનાવની જાણ તાલુકા વિકાસ અધિકારી આર. પી.પટેલને થતા તેઓ તલાટી સાથે ઘટનાં સ્થળે પોહચી ગયા હતા. અને આ પ્રશ્ને યોગ્ય અહેવાલ તૈયાર કરી વલસાડ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી અને મામલતદારને મોકલી આપ્યો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200907_130312.jpg

Right Click Disabled!