કમલમ ખાતે યોજાશે પાટીલની પાઠશાળા

કમલમ ખાતે યોજાશે પાટીલની પાઠશાળા
Spread the love
  • આગામી બુધવારે પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં હારેલા પૂર્વ 30 ધારાસભ્યોની બેઠક યોજાશે

ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ સી આર પાટિલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં છેલ્લી 3 વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2007, 2012 અને 2017માં હારેલા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જે અંતર્ગત ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે. હારેલા ધારાસભ્યોની બેઠક યોજાઇ રહી હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે.30 પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાશે.

કમલમ ખાતે ભાજપના હારેલા ધારાસભ્યોની યોજાશે બેઠક

વર્ષ 2007, 2012 , 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની ભાજપમાં મળશે બેઠક પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠકભૂષણ ભટ્ટ, દિલીપ સાંગાણી, જગરૂપ સિંહ રાજપૂત, શંકર ચૌધરી , આત્મારામ પરમાર, રમણ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યોની મળશે બેઠક2020 વિધાનસભા તથા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાઈ રહી છે બેઠક આ તમામ ધારાસભ્યો એવા છે કે જેઓ સંગઠનના કોઈ હોદ્દા પર પહેલા રહી ચુકેલા છે અથવા તો બોર્ડ નિગમ કે મંત્રી પદુ ભોગવી ચુક્યા છે એવા તમામ ધારાસભ્યોને બોલવી તેમની સાથે બેઠક કરી પાટીલ આગામી પેટા ચુંટણીને લઈને નવું હોમવર્ક આપવા માંગી રહ્યા છે અગામી પેટા ચુંટણી દરમિયાન નેતાઓને જે તે વિસ્તારમાં મોકલી તેમની પાસે કામગીરી લેવાનું આયોજન હોવાનું ભાજપના જ નેતાઓ જણાવી રહ્યા છે. ભલે તે ચુંટણી હારી ચુક્યા હોય પણ એ વિસ્તારની સ્થિતિ શું છે.

ચુંટણી હારી ચુક્યા હોય પણ એ વિસ્તારની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે તેઓ સેવાકીય અને રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહિ એ વિસ્તારની સામાજિક સ્થિતિ શું છે જે તે ધારાસભ્ય હાલમાં કેટલા સક્રિય છે આ તમામ પાસાઓ અંગે માહિતી મેળવવાનો પણ પ્રયાસ પાટીલ દ્વારા કરવામાં આવશે. આમ પાટીલે મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યો બાદ પૂર્વ ધારાસભ્યોનો ક્લાસ લેવાની શરૂઆત કરી છે. સંગઠનના માળખામાં અગામી સમયમાં ફેરફાર થવાના છે જેને લઈને પણ એ તમામ ધારાસભ્યોના મત જાણવા પ્રયાસ કરવામાં આવશે અને જે તે સમયે કઈ રાજકીય સ્થિતિને કારણે ભાજપે સીટ ગુમાવી હતી એ તમામ બાબતો જાણી તેના પર મનોમંથન કરવામાં આવશે એવું સુત્રો જણાવી રહ્યા છે.

Ef8cCd8UEAE9TLl.jpg

Right Click Disabled!