કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં 6 ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ

કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં 6 ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ
Spread the love

કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મહાલેના જણાવ્યા અનુસાર આજે ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવાળીની કરજણ નદીની સપાટી 1.80 મીટર અને ઘંટોલી માં ભારે વરસાદને કારણે નદીની સપાટી 2.20 મીટર થઇ જતા કરજણ ડેમની પાણીની આવક કે 23640 થવા પામી હતી.જેને પગલે ડેમની સપાટી વધીને આજે 111.60 મીટરે પહોંચી ગઈ હતી. કરજણ ડેમ આજે 80.85 % ભરાઈ ગયો છે.ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 412.12મિલિયન ઘન મીટર છે, અને ગ્રોસ સ્ટોરેજ 436.13 મીટર નોંધાયો છે.

હાલ 6 ગેટમાંથી હાલ 23240 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 400 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ 23640 ક્યુસેક જળરાશિ છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે.જેમાંથી 400 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા કરજણ ડેમના બે પેનસ્ટોક વડે 400 પાણી હાઇડ્રોપાવર માં જઈ રહ્યું છે.હાલ ચોમાસામાં ડેમ ભરવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200830_175327.jpg

Right Click Disabled!