કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લાના ડાયમંડ એસોસિએશન સાથે બેઠક

કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લાના ડાયમંડ એસોસિએશન સાથે બેઠક
Spread the love
  • ૫૦% કારીગરોને સાથે કામ કરવા સંમતિ : કારીગરોએ પરસ્પર ૧ મીટર જેટલું અંતર રાખવું
  • કારખાનામાં પ્રવેશતા પહેલા સાબુથી હાથ ધોવા અને સેનીટેશન માટે રોજેરોજ સ્પ્રે કરવા સૂચના

સમગ્ર અમરેલી જિલ્લામાં રત્ન કલાકારો વ્યાપક પ્રમાણમાં હોવાથી કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લાના ડાયમંડ એસોસિએશનના કર્મીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપવામાં આવી હતી. ડાયમંડ એસોસિએશનના ૫૦% કારીગરો સાથે કામ કરવા સંમતિ મળી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે દરેક કારીગરોએ કારખાનામાં કામ કરતી વખતે ૧ મીટર જેટલું અંતર રાખવું અનિવાર્ય છે.

કોરોનાના સંભવિત સંક્રમણને અટકાવવા દરેક કારીગરોએ કારખાનામાં પ્રવેશતા પહેલા અને દર ત્રણ કલાકે હાથ ધોવાના રહેશે તેમજ કારખાનામાં સેનીટેશન માટે સ્પ્રેનો છંટકાવ કરવા સૂચના આપી હતી. આ સિવાય જો કોઈને પણ શરદી-ખાંસી-તાવ, શ્વાસોશ્વાસમાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સ્થાનિક આરોગ્ય તંત્ર તેમજ કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

માહિતી – સુમિત ગોહિલ
રિપોર્ટ – રસિક વેગડા

Right Click Disabled!