કલોલ ખાતે આજે ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ

કલોલ ખાતે આજે ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ
Spread the love

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કલોલ ખાતે પહોંચશે. જ્યાં તેમનો અભિવાદન સમારંભ યોજાશે. કલોલ નગરપાલિકા પાસે ભારતમાતા હોલ ખાતે તેમના ભવ્ય સ્વાગત બાદ બેઠક યોજાશે. જેમાં મહાનગરના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, વોર્ડ પ્રમુખ, મીડિયા સેલના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો હાજરી આપશે.

જે બાદ ભીખુભાઈ દલસાણીયા, કે. સી. પટેલ, ગોરધન ઝડફીયા, મંત્રી કૌશિક પટેલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના નેતાઓ તેમના પ્રવાસમાં સાથે જોડાશે. સાંજે 6 કલાકે જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂત આગેવાનો, ડોક્ટર્સ, વકીલો, સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠિઓ સાથે સઈજ પુલ પાસે સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે ચર્ચા વિચારણા કરશે.

Right Click Disabled!