કલોલ પ્રાંત અધિકારીએ સાંતેજના કોરોન્ટાઇન ફેસીલીટીની મુલાકાત લીધી

કલોલ પ્રાંત અધિકારીએ સાંતેજના કોરોન્ટાઇન ફેસીલીટીની મુલાકાત લીધી
Spread the love

ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે આવેલી ડેન્ટલ કોલેજમાં ઉભા કરવામાં આવેલા કોરોન્ટાઇન ફેસીલીટી કેન્દ્રની મુલાકાત આજરોજ કલોલ પ્રાંત અધિકારી શ્રી એ.ડી.જોષીએ લીધી હતી. આ કોલેજમાં ૫૦ રૂમોમાં ૧૦૦ બેડની સુવિધાવાળી કોરોન્ટાઇન ફેસીલીટી તૈયાર કરવામાં આવી છે. કલોલ પ્રાંત અધિકારી શ્રી એ.ડી.જોષીએ આ સ્થળની મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવી હતી. તેમજ યોગ્ય લાગે ત્યાં જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

Right Click Disabled!