કલોલ વનવિભાગે રેસ્ક્યૂ કરીને 7 ફૂટના અજગરને પકડી લીધો

કલોલ વનવિભાગે રેસ્ક્યૂ કરીને 7 ફૂટના અજગરને પકડી લીધો
Spread the love

કલોલ તાલુકાના વાસજડા ગામે ઝાડ પર આજે સવારે લગભગ 10 વાગ્યાની આજુબાજુ સાત ફુટનો અજગર જોવા મળ્યો હતો. જેના પગલે લોકોમાં ભારે કુતુહલતા સર્જાઈ હતી. જે અંગે મોટી ભોંયણ વાસજડા ના સરપંચ રમેશજી ઠાકોર અને નાસ્મેદ ગામના સરપંચ દારાસિંગ ઠાકોર એ તાલુકા વિસ્તારમાં મુંગા પશુ પક્ષીઓ અને સરીસૃપ માટે કામ કરતા પ્રકૃતિ પ્રેમી રણજીતસિંહ ને જાણ કરી હતી. કે અમારાં ગામ માં એક મોટો સાપ ઝાડ ઉપર જોવા મળ્યો છે.

આ વાતની જાણ કલોલ તાલુકાના વનવિભાગના અધિકારી બલવંતસિંહ સોલંકીને કરી તેમજ લોકોનું ટોળું સાપને કોઈ હાની ના પહોંચાડે તેથી હિતેષભાઈ રવિભાઈ તથા ધિરજભાઈ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં જોતાં અંદાજે સાત ફૂટ જેટલો મોટો અજગર જોવા મળ્યો હતો. ભારે જહેમત બાદ અજગર ને કોઈ તકલીફ કે નુકસાન ના થાય તેવી રીતે રેસ્કયુ કરી કલોલ વનવિભાગ ને સુપરત કરવામાં આવ્યો હતો. જેને વનવિભાગના અધિકારી દ્વારા કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

Right Click Disabled!