કલ્યાણપુરના કેનેડીમાં સરકારી ખરાબામાંથી ખનીજ ચોરી ઝડપાઈ

કલ્યાણપુરના કેનેડીમાં સરકારી ખરાબામાંથી ખનીજ ચોરી ઝડપાઈ
Spread the love

કલ્યાણપુર પંથકમાં છેલ્લા મહિનાથી ખાણ ખનીજ અને આર.આર.સેલ દ્વારા સતત ખનીજચોરી પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે અવિરત દરોડામાં કલ્યાણપુરા નજીક આવેલ કેનેડામાં સરકારી ખરાબા થત ખનીજ ચોરી ખનીજ વિભાગે ઝડપી પાડી છે. સ્થળ પર ત્રાટકેલી ખનીજ વિભાગની ટીમે અઢી હજાર મેટ્રિક ટન કિંમત રૂ.31.25 લાખની ચોરી ઝડપી પાડી હતી.

કલ્યાણપુર પંથકમાં ખાણ ખનીજની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા કેનેડામાં એક સરકારી ખરાબામાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ભાટિયા નજીક આવેલ કેનેડી વિસ્તારમાં ટીમે એક સરકારી ખરાબામાં ચાલી રહેલા ખનીજ ચોરી ઝડપી પાડી હતી. સ્થળ પરથી 31.25 લાખની ખનીજચોરી સાથે એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું. ખાણમાં લીઝની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવી હતી. છેલ્લા મહિનાથી ખનીજચોરી પર દરોડાથી ખનીજ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઇ છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_144942.png

Right Click Disabled!