કાજલ મેહેરિયા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, રાષ્ટ્રીય હીત ચિંતક સમિતિ દ્વારા રજુઆત

કાજલ મેહેરિયા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, રાષ્ટ્રીય હીત ચિંતક સમિતિ દ્વારા રજુઆત
Spread the love

મહેસાણા ની લોકગાયિકા કાજલ મહેરિયાએ પોતાના અંગત ઝઘડામાં માતાજી વિશે અભદ્ર ભાષા નો ઉપયોગ કરતાં કડી માં આવેલ વિવિધ હિન્દુ સંપ્રદાય ના લોકો ભેગા થઈ ને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી લોકગાયિકા સામે કાનૂની પગલાં ભરવા રજુઆત કરવામાં આવી હતી માતાજીના અભદ્ર ભાષામાં ગાળો આપવાથી હિંદુ સમાજની લાગણી દુભાઈ હોવાનો દાવો કરીને ભવિષ્યમાં હિંદુ દેવિદેવતાઓની કોઈપણ ટીકા ટિપ્પણી કરે નહીં તે માટે લોકગાયિકા કાજલ મહેરિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા કડી ના રાજપૂત યુવા સંગઠનકડી દ્વારા માંગ કરી છે.

મહેસાણા ની લોકગાયિકા કાજલ મહેરિયાં નો થોડા સમય પહેલા મોઢેરા માં અંગત ઝઘડો થયો હતો જે ઝઘડામાં તેણે માતાજી વિશે અપ શબ્દો નો ઉપયોગ કરતાં તે અંગેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો લોકગાયિકા ના માતાજી વિશેના અભદ્ર ઉચ્ચારણોથી હિંદુ સમાજની લાગણી દુભાઈ તેમજ હિંદુ સમાજમાં આક્રોશ પેદા થયો હતો. તેવી રજુઆત સાથે કડી માં આવેલ રાજપુત યુવા સંગઠન કડી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, જેવા અનેક હિંદુ સમાજના લોકો ભેગા મળી ને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી લોકગાયિકા સામે કાનૂની રાહે પગલાં ભરવા રજુઆત કરી હતી.

લોકગાયિકા કોઈને કોઈ વિવાદમાં ફસાતી રહે છે

મહેસાણા જિલ્લાની લોકગાયિકા કાજલ મહેરિયાએ ટૂંક જ સમયમાં પોતાના અવાજ થી સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે પરંતુ નામનાની સાથે સાથે વિવાદ સાથે પણ તેનો જૂનો સબંધ હોવાનું જોવા મળી રહ્યું છે.લોકગાયિકા થોડાક દિવસના અંતરમાં કોઈને કોઈ વિવાદમાં ફસાતી જોવા મળે છે. માતાજીને અભદ્ર ભાષા બોલવા પહેલા તેણીની કચ્છ જિલ્લામાં એક પોગ્રામ માં લોકગાયિકાએ મહેસાણાના બધા કલાકરો સેટીંગવાળા હોય છે તેવું નિવેદન કરી અન્ય કલાકારોને પણ બદનામ થવું પડયુ હોવાની લાગણી દશાવી વિરોધ નોંધાયો હતો.

IMG-20200904-WA0073.jpg

Right Click Disabled!