કાનપુર હત્યાકાંડનો આરોપી કુખ્યાત વિકાસ દુબે ઉજ્જૈનથી પોલીસ સકંજામાં

કાનપુર હત્યાકાંડનો આરોપી કુખ્યાત વિકાસ દુબે ઉજ્જૈનથી પોલીસ સકંજામાં
Spread the love

ઉજ્જૈન : કાનપુર શૂટઆઉટના મોસ્ટ વોન્ટેડ વિકાસ દૂબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, વિકાસ દુબેએ મહાકાલેશ્વર મંદિરની રસીદ કપાવી અને ત્યાર બાદ પોતે જ ત્યાં સરેન્ડર કરી દીધું. હાલ સ્થાનિક પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. ઉત્તર પ્રદેશ પોલીસે વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વિકાસ દુબેએ સ્થાનિક મીડિયાને પોતાના સરેન્ડરની સૂચના આપી હતી. જે બાદ ઉજ્જૈનના મહાકાલ સ્ટેશન પાસે સ્થાનિક પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ. પોલીસે આરોપી વિકાસ દુબેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લઈને આવી. સરેન્ડરના સમાચાર મળ્યા બાદ STFની ટીમ ઉજ્જૈન રવાના થઈ ગઈ છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, મહાકાલ મંદિરમાં ફરજ બજાવતા હોમગાર્ડના જવાને દર્શન કરવા માટે આવેલા વિકાસ દૂબેને જોઈ લીધો હતો. હોમગાર્ડના જવાને આ અંગેની જાણકારી પ્લાટૂન કમાન્ડર રૂબી યાદવને કરી હતી. જે બાદ વિકાસ દૂબેની ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ દૂબે ઉજ્જૈનના તિવારી નામના શખ્સના સંપર્કમા હતો અને તેની મદદથી જ તે ઉજ્જૈન પહોંચ્યો હોવાની માહિતી મળી છે.

IMG-20200709-WA0002.jpg

Right Click Disabled!