કામરેજના ધોરણ પારડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે પર અકસ્માત : એકનું મોત

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામના પાટીયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર, તોતિંગ ટ્રેલર અને સિમેન્ટ હોટ મીક્ષ મશીન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રેલરના ટાયરમાં પંક્ચર પડતાં, ચાલક ટાયર બદલી રહ્યો હતો. તે દરમિયાન સિમેન્ટ હોટ મીક્ષ મશીનના ચાલકે પાછળનાં ભાગે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.જેને પગલે પંકચર પડેલા ટાયરને બદલી રહેલા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે.જયારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં IRB ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા , પોલીસ ઘટના સ્થળે આવી પોહચી હતી અને આ બનાવ પ્રશ્ને વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
