કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિ-વાર્ષિક અધિવેશન લસકાણા પ્રાથમિક શાળામા યોજાયું

કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિ-વાર્ષિક અધિવેશન લસકાણા પ્રાથમિક શાળામા યોજાયું
Spread the love

કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લસકાણા પ્રાથમિક શાળા ખાતે ત્રિ – વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યુ હતું.અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, કિરીટભાઈ પટેલ ના પ્રમુખપદે આ કાર્યક્રમ યોજાયો હતો.અધિવેશનની શરૂઆત ,શિક્ષકોના તેજસ્વી સંતાનોને પ્રોત્સાહક ઇનામો આપી કરવામાં આવી હતી. મહામંત્રી સીરાજ મુલતાનીએ ગત સાધારણ સભાની કાર્યવાહી વાંચનમાં લીધી હતી.જેને સર્વ સંમતિથી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ એજન્ડા મુજબનાં કામોની ચર્ચા કરી, સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.સળંગ નોકરી, ૪૨૦૦ ગ્રેડ પે, CCC જેવા મહત્વના પ્રશ્નોના સુખદ નિરાકરણ બદલ રાજ્ય અને જિલ્લા સંઘને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઇ પટેલે પોતાના વક્તવ્યમાં શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણની સાથે સાથે ઝડપી કામગીરી અને ત્વરિત નિર્ણય જેવી કામરેજ સંગઠનની કાર્યશૈલીનો પરિચય આપ્યો હતો.ચૂંટણી અધિકારી કાંતિભાઇ પટેલે અને ૨૦૨૦થી ૨૦૨૩ના વર્ષ માટેના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની જાહેરાત કરી હતી. જેમાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ મહામંત્રીમાં સિરાજ મુલતાની કાર્યવાહક પ્રમુખનપદે મહેશભાઈ હિરપરા અને સાગરભાઇ ચૌહાણ, નાણામંત્રીપદે કાશીરામભાઈ ચૌધરી ઉપપ્રમુખપદે કાનજીભાઈ વેકરીયા તથા મહિલા ઉપપ્રમુખ તરીકે પ્રજ્ઞાબેન પટેલ ના નામો બિનહરીફ વિજેતા તરીકે જાહેર કર્યા હતા.જેને ઉત્સાહભેર વધાવી લેવામાં આવી હતી. ઉપરાંત કારોબારી સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

સુરત જિલ્લા સંઘના બિનહરીફ નિયુક્તિ પામેલ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સહિત હાજર હોદ્દેદારોનું ફુલ હાર વડે સન્માન કરવામાં આવ્યું હતું કામરેજ તાલુકામાં થી રાજ્ય સંઘ માં મહિલા ઉપપ્રમુખ તરીકે પસંદગી પામેલ શ્રી રીના રોઝલીન ક્રિશ્ચિયન, સુરત જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે સ્થાન પામેલ શ્રી દિનેશચંદ્ર સોલંકી, જિલ્લા સંગઠનના સલાહકાર તરીકે નવનિયુક્ત વરણી થયેલે શ્રી યાસીનભાઈ મુલતાની તેમજ શ્રી કાન્તીભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ કામરેજ તાલુકા સંગઠનમાં સ્થાન પામેલ તમામ નવનિયુક્ત સભ્યોને પુષ્પગુચ્છ અને ફુલહારથી સન્માનવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે કામરેજ સંઘના મહેશભાઈ હિરપરાએ આભારવિધિ કરી હતી.કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200904-WA0082-2.jpg IMG-20200904-WA0078-1.jpg IMG-20200904-WA0078-0.jpg

Right Click Disabled!