કાલાવડમાં એક, જામજોધપુરમાં વધુ પોણો ઇંચ વરસાદ

કાલાવડમાં એક, જામજોધપુરમાં વધુ પોણો ઇંચ વરસાદ
Spread the love
  • જામનગર શહેરમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ હાથતાળી આપી

જામનગર શહેર સહિત જિલ્લાભરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ વચ્ચે કાલાવડ અને જામજોધપુર પંથકમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદે મોડી સાંજ સુધીમાં અનુક્રમે એક ઇંચ અને પોણો ઇંચથી વધુ પાણી વરસાવ્યું હતું. જામનગર શહેરમાં સતત ચોથા દિવસે આભમાં વાદળોના આવન જાવન વચ્ચે સમયાંતરે મેધાવી માહોલ છવાયો હતો. જો કે, હજુ પણ મેઘરાજાના રૂસણા યથાવત રહ્યા હતા.

જયારે જિલ્લામાં પણ અમુક સ્થળે દિવસભર વરસાદી માહોલ છવાયો હતો. તેમાં કાલાવડમાં શુક્રવારે બપોર બાદ મંડાયેલા મેઘરાજાએ સાંજ સુધીમાં વધુ ૨૭ મીમી પાણી વરસાવી દીધું હતું. જેના પગલે માર્ગો પર પાણી વહેતા થયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે. જામજોધપુરમાં પણ સવારથી ઉકળાટ અને બફારા બાદ બપોરે મેઘા ગમન થયુ હતુ. જેમાં સાંજ સુધી અવિરત હળવા વરસાદે વધુ ૨૧ મીમી પાણી વરસાવી દીધુ હતુ. જામનગર શહેરમાં મોડી સાંજે પણ વરસાદી ડોળ યથાવત રહ્યો હતો. જોકે, અન્યત્ર કયાંય વરસાદના વાવડ મોડી સાંજ સુધી મળ્યા નથી.

– રોહિત મેરાણી (જામનગર)

Rain-4.jpg

Right Click Disabled!