કાલાવડમાં માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

Spread the love
  • બેફામ ઢીંકાપાટુ માર્યાની 4 સામે ફરિયાદ

કાલાવડના કૈલાશનગરમાં રહેતા યુવાન પર છરી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ દંપતી સહિત ચાર સામે નોંધાઇ છે. ઇજાગ્રસ્ત મિત્રો સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખીને આ હુમલો કર્યાનું ફરીયાદમાં જાહેર થયું છે. કાલાવડના કૈલાશનગરમાં રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરતા રાજેશભાઇ કરમશીભાઇ સાવલીયા નામના યુવાને પોતાના પર છરી વડે હુમલો કરી ઘા ઝીંકી હાથ-પગમાં ઇજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ મુકેશભાઇ, તેની પુત્ર બ્રિજેશ અને વિશાલ તેમજ પત્ની સરોજબેન સામે નોંધાવી છે.

આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાકીદે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનો તેના મિત્ર મહેન્દ્રગીરીના ઘરે અવારનવાર જતો હતો જે મહેન્દ્રગીરીને તેના ઘર સાથે રહેતા આરોપીઓ સાથે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી જેનો ખાર રાખીને આરોપીએ એકસંપ કરી ગાળો ભાંડી ઢીકાપાટુ માર્યાની તેમજ વિશાલ એ છરી વડે હુમલો કર્યાનું ફરીયાદમાં જાહેર થયું છે.

– રોહિત આર.મેરાણી (જામનગર)

Right Click Disabled!