કાલાવડમાં 6 બકરા ઉઠાવનારી ત્રિપુટી ઝબ્બે

કાલાવડમાં 6 બકરા ઉઠાવનારી ત્રિપુટી ઝબ્બે
Spread the love
  • ત્રણ લાખની કિંમતની કાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

કાલાવડના કાશ્મીર પરા વિસ્તારમાંથી જુદા જુદા ત્રણ આસામી છે બકરાની ઉઠાવી જવાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજકોટના ત્રણ શખ્સને પકડી પાડી રૂ.ત્રણ લાખની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરી છે.

બાતમી મળતા પોલીસ વોચ ગોઠવીને ત્રણ શખ્સોને સકંજામાં લીધો
કાલાવડની ભાગોળે કાશ્મીર પરા વિસ્તારમાં ગત સપ્તાહે જુદા જુદા ત્રણ આસામના છ બકરાને કોઇ અજાણ્યા ત્રણ શખ્સો કારમાં ઉઠાવી જઇ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.જે ચોરીના બનાવની ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.આઇ. કે.જે.ભોયે તેમજ પી.એસ.આઇ. એચ.વી.પટેલ અને મદદનીશ ભરતસિંહ કયોર સહિતની ટીમે હાથ ધરી હતી.

પોલીસ ટુકડીએ આ ચોરીમાં સંડોવાયેલ ત્રણ શખ્ત જીવાપર ગામના પાટીયા પાસે હરતા ફરતા હોવાની બાતમી મળતા પોલીસ વોચ ગોઠવીને ત્રણ શખ્સ રાજકોટના વિજય ગોવિંદભાઇ ચૌહાણ, નવઘણ સામજીભાઇ સીંધવ અને બાલા નાગજીભાઈ સિંધવને સકંજામાં લીધો હતો. પોલીસ સમક્ષ આ ચોરીની કબૂલાત આપી હતી. ત્રણેય શખ્સો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા અટકાયત કરી રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. બનાવવામાં વપરાયેલ રૂ.ત્રણ લાખની કિંમતની કાર પણ કબજે કરી હતી.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_145041.png

Right Click Disabled!