કુંભારીયા ખાતે ડો.વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

કુંભારીયા ખાતે ડો.વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું
Spread the love

સૂરત
ચોર્યાસી તાલુકાના કુંભારીયા પ્રાથમિક શાળા ખાતે ડો.વિક્રમભાઈ સારાભાઈ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૯ને સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લુ મૂકાયું હતું.

ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષય પર યોજાયેલા આ પ્રદર્શનમાં ૫૫ સરકારી પ્રાથમિક શાળાઓ, બે આશ્રમ શાળાઓ, ૭૨ નોન ગ્રાન્ટેડ શાળાઓ મળીને ૧૩૦ શાળાઓને જુદા જુદા છ કલસ્ટરમાં વહેચણી કરીને વિજ્ઞાન, ગણિત, પર્યાવરણમાં ૧૨૦ કૃતિઓ રજુ કરવામાં આવી છે.જેમાંથી ૩૦ સર્વશ્રેષ્ઠ કૃતિઓ છે. પ્રદર્શનમાં બાળકોએ ટકાઉ કૃષિ પધ્ધતિઓ, સ્વચ્છતા, ઔદ્યોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન, પર્યાવરણ, ગણિત જેવા અલગ-અલગ વિષયો પર મોડલો રજુ કર્યા હતા.

દરેક બાળકમાં અસંખ્ય સુષુપ્ત શકિતઓ પડેલી છે તે શકિતઓને દિશા અને માર્ગ પુરો પાડવાનું કાર્ય શિક્ષકોએ કરવાનું છે. નાની વયથી જ બાળકોમાં છુપાયેલી શકિતઓનું જ્ઞાન અને વિજ્ઞાનને ઉજાગર કરીને ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક બની શકે તેવું વાતાવરણ પુરૂ પાડવા અનુરોધ સમાજીક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે કર્યો હતો. ભારત દેશમાં વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરીને ચંદ્રયાન-૨ ક્ષેત્રે નવા ર્કિતીમાનો સર કર્યા છે હોવાની વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીમતિ ઝંખનાબેન પટેલ, તાલુકા પં.પ્રમુખશ્રી દલપતભાઈ પટેલ, જિ.પ.ઉપપ્રમુખ હિતેન્દ્ર વાસીયા, જિ.પં.સભ્યશ્રીમતિ હિનાબેન, અગ્રણી સર્વશ્રી નવીનભાઈ, દર્શનભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન, તાલુકા વિકાસ અધિકારી, મુકેશભાઈ, શિક્ષકો-વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Right Click Disabled!