કુકાવાવના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અરવિંદ સોનીની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના સંગઠન મંત્રી તરીકે નિમણૂક

કુકાવાવના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અરવિંદ સોનીની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના સંગઠન મંત્રી તરીકે નિમણૂક
Spread the love

કુકાવાવના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અરવિંદભાઈ સોનીની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના સંગઠન મંત્રી તરીકે નિમણૂક. તાજેતરમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઈ અકબરી દ્વારા કુકાવાવ ચેમ્બર પ્રમુખ અરવિંદ ભાઈ સોની ને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના સંગઠન મંત્રી તરીકે નિયુકત કરવામાં આવતા કુકાવાવ ગામનું અને કુકાવાવ તાલુકા નું ગૌરવ વધારેલ છે.

છેલ્લા ઘણા વર્ષોથી અરવિંદભાઈ સોની વિવિધ સેવા કિય પ્રવ્રુતિ થી જોડાયેલા છે. તેમજ કુકાવાવ ચેમ્બર પ્રમુખ તરીકે વેપારીઓની વિવિધ અને જટિલ સમસ્યાઓ તેમજ લોક ઉપયોગી જાહેર હિતના પ્રશ્નો જેવાકે રેલવે, એસ.ટી., આરોગ્ય, શિક્ષણ, બેંક, વિગેરે સરકારી તંત્રના પ્રશ્નો સવે આગેવાનોને સાથે રાખીને ઉકેલવાના સકારાત્મક પ્રયાસોથી લોકચાહના મેળવેલ છે.

જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના સંગઠન મંત્રી તરીકે પસંદગી પામતાં કુકાવાવ શહેર તેમજ કુકાવાવ તાલુકાના તથા અમરેલી જિલ્લાના આગેવાનો, પત્રકારો, કુકાવાવ વેપારી મહામંડળ, કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ ભીમજીભાઈ વેકરીયા, સેકેટરી શશીકાંત ભાઈ જોષી, ખજાનચી હરેશભાઈ તેરૈૈયા, ચેમ્બર ના તમામ મેમ્બર, ગા્મજનો, સોની સમાજ ના આગેવાન દિપકભાઈ સોની, વિનુભાઇ સોની,ભરતભાઈ સોની,હિતેશભાઈ ધકાણ, તેમજ દરેક સમાજના આગેવાનો એ અરવિંદ ભાઈ સોની ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

IMG-20200829-WA0004.jpg

Right Click Disabled!