કુટણખાનું ચલાવતો પ્રમોદ શર્મા ભાગી છૂટ્યો કે ભગાડી દીધો?

કુટણખાનું ચલાવતો પ્રમોદ શર્મા ભાગી છૂટ્યો કે ભગાડી દીધો?
Spread the love
  • ઉમરા પોલીસના અને સિવિલના સીસીટીવીની તપાસ કરવામાં આવે તો પ્રમોદને ભગાડવામાં કોની મદદગારી છે તે બાબતે ચોક્કસ ફોડ પડી શકે છે.

સુરત વેસુ વીઆઇપી અને કેનાલ રોડ પર સ્પાના નામે ચાલતા સેક્સરેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રમોદ શર્મા ઝડપાયાના 15 કલાકમાં જ નવી સિવિલમાં પોલીસની લાલીયાવાડીને કારણે ફરાર થયો છે. ગંભીર ગુનો ઉપરથી 17 દિવસથી ભાગતો આરોપી ઉમરા પોલીસના હાથમાં ન આવ્યો, એસઓજીની ટીમે રીઢા આરોપી પ્રમોદ રામગોપાલ શર્માને બુધવારે તેના ઘરે પાંડેસરામાંથી દબોચી લીધો હતો.

એસઓજીએ ગુરુવારે સવારે આરોપીને ઉમરા પોલીસને હવાલે કર્યો પછી બપોરે તેને નવી સિવિલમાં કોરોના ટેસ્ટ માટે લઈ ગયા.પ્રમોદ થકી સેક્સરેકેટની ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ હતી રિપોર્ટ નેગેટીવ આવ્યો છતા પ્રમોદ શર્માએ તાવની ડોકટર સમક્ષ કેફિયત કરી દાખલ થવાની વાત કરતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. પ્રમોદ શુકવારે સવારે 6.30 વાગ્યે પોલીસને ચકમો આપી પાછલા બારણાથી ફરાર થયો હતો.

આ સમયે લૉકરક્ષક નરેશ નીનામા હતો જે તે સમયે ટોયલેટ ગયો હતો. નિયમ પ્રમાણે આરોપીના જાપ્તા હેડ ક્વાર્ટરના જવાનો કે સ્થાનીક પોલીસના બે જવાનો હોવા જોઇએ. પ્રમોદ થકી સેક્સરેકેટની ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ હતી ઉમરા પોલીસના અને સિવિલના સીસીટીવીની તપાસ કરવામાં આવે તો પ્રમોદને ભગાડવામાં કોની મદદગારી છે તે બાબતે ચોક્કસ ફોડ પડી શકે છે.

orig_scg_1598655873.jpg

Right Click Disabled!