કુતરાના જન્મ દિવસે ડૉગ મિત્રોએ આપી શુભેચ્છા

કુતરાના જન્મ દિવસે ડૉગ મિત્રોએ આપી શુભેચ્છા
Spread the love

આપણા વિસ્તારોમાં કોઈ સેલિબ્રીટી, નગરસેવક, વિધાનસભ્ય કે સંસદસભ્યનો બર્થ ડે હોય ત્યારે તેમને શુભેચ્છા આપવા માટે બિલબોર્ડ બેનર લગાવવામાં આવતા હોય છે. ઉપરાંત તહેવારોમાં પણ શુભેચ્છા માટે આવા પ્રકારના બિલબોર્ડ લગાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક ડૉગના બર્થ-ડેનું બિલબોર્ડ છે. તેના શુભેચ્છકોમાં પણ બધા ડૉગી જ છે.

જે ડૉગનો બર્થ ડે છે તેનું નામ ‘ભૂરા-ભૈયા’ છે. બાજુમાં તેના ડૉગ મિત્રોએ શુભેચ્છા આપી કે, અમારા પ્રિય, ઈમાનદાર, વફાદાર ભૂરા ભૈયાને જન્મદિવસની શુભેચ્છા. આ મિત્રોના મંડળનું નામ ભૂરા ભૈયા મિત્ર મંડળ છે આ ફ્રેન્ડ કલ્બના દરેક સભ્યોનું નામ અને પાસપોર્ટ સાઈઝ ફોટો પણ બિલબોર્ડમાં જોઈ શકાય છે.
છેલ્લા અમૂક દિવસોથી આ બિલબોર્ડનો ફોટો ટ્વીટર અને ફેસબુકમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ ભૂરા ભૈયાને બર્થ ડે વિશ કરી રહ્યા છે.

bhura670-1_d.jpg

Right Click Disabled!