કુદરતી સ્પા જરૂર ટ્રાય કરજો

કુદરતી સ્પા જરૂર ટ્રાય કરજો
Spread the love

વધુ આનંદદાયક અને અસરકાર સાબિત થશે આ ઘરગથ્થુ સ્પા.

ઈન્ડોનેશિયાનો સૌથી એક્સક્લૂઝિવ ઓફ ગ્રિડ રીસોર્ટ બાવા રીઝર્વ તેના મહેમાનોને સ્પા ટ્રીટમેન્ટ આપે છે. બાવા રીઝર્વના ઓરા સ્પાના મેનેજર સાથે આઈએએનએસના પ્રવક્તાએ વાત કરી હતી. અને શરીર, ચહેરો અને વાળની કાળજી લેવા માટે આ છ સરળ અને ઉત્તમ સ્પાની રીત શેર કરી છે. જે અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

શરીર માટે :

શરીરના મૃત કોષોને બહાર કાઢીને કુદરતી સ્પા સાથે દિવસની શરૂઆત કરો.

કૉફી સ્ક્રબ : વપરાયેલી કૅફીમાં મહત્વના તત્વો હોય છે જે ત્વચા માટે ઉત્તમ સાબિત થાય છે. કારણકે તે પાણીમાં ઓગળતાં નથી અને તે સુંવાળી ત્વચા માટે ઉપયોગી નિવડે છે.

 • સામગ્રી : 4 ચમચી કૉફી ગ્રાઉન્ડસ, 2 ચમચી દૂધનો પાવડર, 100 મિલી વર્જિન નાળિયેર તેલ
 • રીત: બધા ઘટકો ભેગા કરીને બરાબર હલાવો. કોણી, ધૂંટણ, પગ જેવા સૂકા ભાગો સહિત આખા શરીર પર પરિપત્ર ગતિમાં લગાડો. ધોઈ નાખો.

મધ અને તલનું સ્ક્રબ: તલના બીજ ઝીન્કનો સમૃધ્ધ સ્ત્રોત છે જે ત્વચાની ફ્લેક્સિબલિટી વધારવામાં મદદરૂપ થાય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ વધુ પ્રમાણમાં હોવાથી ત્વચાને ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ થાય છે. કાળા તલમાં બળતરા વિરોધી ગુણધર્મો અને આયર્ન તેમજ વિટામીન બી તથા ઈ હોય છે.

 • સામગ્રી: 200 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ કાળા તલ, 5 ટેબલ સ્પૂન મધ, 5 ટેબલ સ્પૂન તલનું તેલ
 • રીત: રોલિંગ પીનનો ઉપયોગ કરીને તલના બધા દાણાને એકસાથે ક્રશ કરો.  બધી સામગ્રી ભેળવી લો. કોણી, ધૂંટણ, પગ જેવા સૂકા ભાગો સહિત આખા શરીર પર પરિપત્ર ગતિમાં લગાડો.  ધોઈ નાખો.

ચહેરા માટે

સરળ ફેસ માસ્ક પણ ચહેરા પર તાજગી લાવે છે અને ત્વચાને ચમકદાર બનાવી શકે છે. ખર્ચાળ માસ્ક કરતા ઘરગથ્થુ માસ્ક પણ ત્વચા માટે બહેરત સાબિત થાય છે.

લીંબુનું માસ્ક: લીંબુનો રસ ત્વચાના મૃત્ કોષોને દૂર કરે છે અને કાળા કૂંડાળા પણ દૂર કરે છે.

 • સામગ્રી: 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, 1 ટેબલ સ્પૂન ઈંડાનો ગર્ભટ
 • રીત: ઈંડાના ગર્ભને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ફીણ ન થાય. ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરો. ચહેરા પર આંખના ભાગ સિવાય બધે જ લગાડો અને 30 મિનિટ રહેવા દો. ધોઈ નાખો.

હળદર અને મધનું ફેસ માસ્ક: હળદર તેના બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ફાયદા માટે જાણીતી છે. ખીલ, ખરજવું, ત્વચા પરની લાલાશ વગેરે ઘટાડે છે અને ત્વચાને ઠંડક આપે છે.

 • સામગ્રી: 1 ટેબલ સ્પૂન હળદર અથવા તજ, 2 ટેબલ સ્પૂન મધ.
 • રીત: બધી જ સામગ્રી મિક્સ કરો અને બરાબર હલાવો. ચહેરા પર આંખના ભાગ સિવાય બધે જ લગાડો અને 30 મિનિટ રહેવા દો. ધોઈ નાખો.

વાળ માટે

તમારા વાળની કાળજી લેવાનું ભુલતા નહીં. ઝડપી અને સરળ ઉપચાર વાળમાં ચમક ઉમેરે છે.

ચળકતા અને આકર્ષક વાળ માટેનું માસ્ક: ઓલિવનું તેલ વાળને સમૃધ્ધ બનાવવામાં અને કન્ડિશનર કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે મધ વાળને મોઈશ્યર આપે છે, વાળ ખરતા અટકાવે છે અને તૂટતા વાળને મજબુત કરે છે જેથી તે મજબૂત થઈ શકે.

 • સામગ્રી: 4 ટેબલ સપ્ન ઓલિવ ઓઈલ, 4 ટેબલ સ્પૂન મધ
 • રીત: મધ અને ઓલિવના તેલને એકસાથે ક્રશ કરી લ્યો. ધોયેલા વાળમાં લગાડો, વાળના મૂળમાં અને ટોચમાં મસાજ કરો, પછી ઓળાવી લ્યો. 20 મિનિટ એમનેએમ રહેવા દો અથવા રૂમાલમાં વાળને લપેટી લો. રાબેતા મુજબ ધોઈને કન્ડિશનર કરો.

સુકા વાળ માટેનું માસ્ક: અવાકોડો અને નારિયેળના તેલના અસંખ્ય ફાયદા છે. મોઈશ્ચરાઈઝર આપે છે, પૌષ્ટિક આપે છે અને તેની સુગંધ પણ સારી હોય છે.

 • સામગ્રી: 2 ટેબલ સ્પૂન અવાકોડો (છૂંદેલું), 2 ટેબલ સ્પૂન નારિયેળનું તેલ, 2 ટેબલ સ્પૂન મધ
 • રીત: તેલ અને મધને એકસાથે ક્રશ કરી લ્યો પછી ધીમે ધીમે તેને છૂંદેલા અવાકોડોમાં મિશ્ર કરો. – વાળમાં લગાડો, વાળના મૂળમાં અને ટોચમાં મસાજ કરો, સારા પરિણામ માટે વાળ ઓળી લ્યો. 20 મિનિટ એમનેએમ રહેવા દો અથવા રૂમાલમાં વાળને લપેટી લો. રાબેતા મુજબ ધોઈને કન્ડિશનર કરો.

તમારા હૉમ સ્પાના અનુભવને સંપુર્ણ કરવા માટે સરસ ગરમ ચા ની ચુસકી લેવાનું ભુલતા નહીં.

spa_d.jpg

Right Click Disabled!