કેક કાપ્યા બાદ બાઇક ગંદુ થતા મારામારીઃ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Spread the love

અમદાવાદ,
અત્યારે મોટાભાગે જન્મદિવસની ઉજવણી લોકો રોડ પર કેકકાપીને મિત્રો સાથે કરતા હોય છે. વાહન પર કેક રાખતા જ લોકો સેલિબ્રેશન કરીને એક બીજા પર કેક લગાવતા હોય છે. આવો જ એક કિસ્સો શાહપુરમાં બન્યો છે. જેમાં કેક કાપ્યા બાદ બાઈક ગંદુ થતા મારામારી થઈ હતી.
ઘી કાંટામાં રહેતો આશિષ દેસાઈ બી.કોમનો અભ્યાસ કરે છે. ૧૯મી ફેબ્રુઆરીના રોજ મિત્ર વિકાસના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ત્યાં ઓફિસ ધરાવતા જીગર પંચાલ અને તેના પિતા આવ્યા હતા. કેક કાપીને બાઈક ગંદુ થયું હોવાથી જીગર પંચાલે બોલાચાલી કરી હતી.
આ બોલાચાલી થતા જ જીગર પંચાલ અને તેના પિતાએ મારામારી શરૂ કરી હતી. એટલામાં જ જીગરનો મિત્ર ગાંધી અને મિહિર સોલંકી આવી ગયા હતા.
બાઈક ગંદુ થવા બાબતે આ ચાર લોકોએ બબાલ કરીને મારામારી કરી હતી. આશિષને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં પોલીસને જાણ થતા જ શાહપુર પોલીસે ચાર લોકો સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૪૨૭, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!