કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય

કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય
Spread the love

ગીર આલેચ અને બરડાના માલધારીઓના સાચા આદિવાસીના પ્રમાણ પત્રોને લઈ ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટ દ્વારા ગીર બરડા અને આલેચમાં પ્રમાણપત્ર મેળવવા માટે સાચા આદિવાસી કોણ તેની તપાસ કરવા માટે કમિશનની રચના કરવામાં આવી છે. આ કમિશન નિવૃત્ત હાઇકોર્ટના જજ, બે નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજ, એક નિવૃત વન વિભાગના DFO અને એક નિવૃત અધિક કલેક્ટરની નિમણૂંક કરવામાં આવશે. નિવૃત્ત હાઇકોર્ટ જજના અધ્યક્ષ સ્થાને રચાયેલા કમિશન દ્વારા ગીર બરડા અને આલેચમાં આદિવાસીના પ્રમાણ પત્ર મેળવવા માટે પત્રતા ધરાવતા લોકો કોણ છે તેની તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરશે.

nitin-1514642586.jpg

Right Click Disabled!