કેરળના કાલીકટમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસનું બૉઇંગ-737 વિમાન કાલીકટમાં દુર્ઘટનાગ્રસ્ત

ચાલકદળના સભ્યો સહિત 191 મુસાફરોને દુબઈથી લઈને આવી રહેલું આ વિમાન કાલીકટ ઍરપૉર્ટ પર લૅન્ડિંગ કરતી વખતે રનવેથી આગળ નીકળી ગયું.
મળી રહેલી જાણકારી અનુસાર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે પણ તેમાં આગ નથી લાગી.
તમામ મુસાફરોને બચાવવા માટેનું અભિયાન ચાલુ છે. આ અંગે વધુ જાણકારી મળવાની રાહ જોવાઈ રહી છે.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનને જણાવ્યું, “પોલીસ અને ઍરફૉર્સને આ મામલે કોઝિકોડ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તત્કાલ પગલાં ભરવા કહ્યું છે. અધિકારીઓને રાહત કામગીરી અને મેડિકલ મદદ માટે તત્કાલ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપ્યા છે.”
