કેવડીયા કોલોની પોલીસે લૂંટ ચલાવતા પોલીસના ડ્રાઈવર સામે નોંધાવી ફરિયાદ

Spread the love
  • મદદગારી કરનાર લૂંટમાં સંડોવાયેલા ત્રણ પોલીસકર્મીઓ સામે લૂંટની નોંધાઈ ફરિયાદ

ખાખી વર્દીધારી કેવડીયા પોલીસ મથકના ડ્રાઇવર સહિત ત્રણ પોલીસ કર્મીઓએ ખાખી વર્દીનો રોફ જમાવી ત્રણ ઈસમોને પકડી તેમને અજાણી જગ્યાએ લઈ જઈ ધમકી આપી બળજબરીથી તેમની પાસેથી 950 રૂ.ની લૂંટ ચલાવી લૂંટ કરતાં ત્રણ પોલીસકર્મીઓ સામે લૂંટની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. કેવડીયા પોલીસ મથકે ફરિયાદી પોપટભાઇ વેસ્તાભાઇ યાદવ (રહે, ડભોઇ, સોની વગા,ડભોઇ મૂળ રહે, અરથુના, તા. ગડી જી.બાસવાડા રાજસ્થાન) એ આરોપી સફેદ કલરની ગાડી માં બેસેલા પોલીસના ત્રણ માણસો સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ કેવડીયા પોલીસ મથકના પોલીસ ની ગાડી ના ડ્રાઈવર કે જેને સફેદ કલરની સાડી પહેરેલી હતી તેને પોપટભાઈ તથા સાહેદોને ગાડીમાંથી ઉતર્યા બાદ નજીક અંધારામાં લઇ ગયેલ અને પોપટભાઈ પાસે રૂ.500/- તથા સાહેદ કિરણભાઈ ગોપાલભાઈ તડવી પાસેથી રૂ. 350/- તથા કિરણભાઈના મોબાઈલ નું મેમરી કાર્ડ રૂ.100/- મળી કુલ રૂ. 950 /-ની પોલીસ ગાડીના ડ્રાઈવર એ પોપટભાઈ તથા કિરણભાઈને ધમકી આપી બળજબરીથી કઢાવી લીધેલ જેથી પોલીસના આ ત્રણ માણસો એ મળીને પોપટભાઈ તથા કિરણભાઈ પાસેથી રૂપિયા પડાવી લઇ એકબીજાની મદદગારી કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Right Click Disabled!