કોગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને હેરાનગતિ મામલે કોળી સમાજ લાલઘૂમ

કોગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને હેરાનગતિ મામલે કોળી સમાજ લાલઘૂમ
Spread the love

કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશની સરકાર તથા પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ સાથે કોળી સમાજ લાલઘૂમ બન્યો છે જામનગર જિલ્લા અખિલ ભારતીય અને કોળી સમાજના નેજા હેઠળ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય કોળી સમાજના મુખ્ય આગેવાન અને કોંગ્રેસના સિનિયર અગ્રણી પુંજાભાઇ વંશને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન-પરેશાન કરી માનસીક ત્રાસ આપવાના સરકારના હીન પ્રકારના કૃત્ય સમગ્ર કોળી સમાજ સખ્ત શબ્દોમાં વખોડી છે.

પુંજાભાઇ વંશ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવે છે અને હાલ તેઓ ઉનાના ધારાસભ્ય તરીકે સેવા આપે છે. પુંજાભાઇ હાલમાં રાજયસભાની ચુંટણી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને ખુબ જ મહત્વની જવાબદારી આપવામાં આવેલ છે. તે કોળી સમાજના ખુબ જ મહત્વના નેતા તરીકે સર્વ કૃત આગેવાન હોવાથી તેમની આગવી છાપ છે. તેથી સરકાર તેની કામગીરીમાં અડચણ ઉભી કરવા સરકાર પોલીસ માધ્યમથી આવા પ્રમાણીક અને નિષ્ઠાવાન આગેવાનોને પરેશાન કરવા હીન કૃત્ય કરી રહેલા સરકારની પ્રવૃતિને સખ્ત શબ્દોમાં વખોડી છીએ તેમ કિર્તીભાઈ મગવાનીયા, જાગૃતિબેન જોગડીયા, રાણાભાઇ સરવૈયા, સુભાષભાઇ ગુજરાતીએ અંતે જણાવ્યું છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_172629.png

Right Click Disabled!