કોન બનેગા કરોડપતિ શૉમાં આ વખતે મોટા ફેરફાર

મુંબઈ ટેલીવિઝન જગતના જાણીતા કાર્યક્રમોમાંનો એક કોન બનેગા કરોડપતિની 12મી સીઝન શરૂ થવાની છે. ટીવી સીરિયલનો પ્રોમો પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યો છે અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે થોડાક મહિના પહેલા કેબીસીની હૉટસીટ માટે કોન્ટેસ્ટન્ટ સિલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને લોકોને દરરોજ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
હવે શૉનો પ્રોમો શૂટ થઈ ગયો છે અને હવે શૉ પણ શૂટ થવા જઈ રહ્યો છે.ખાસ વાત એ છે કે સોની ટીવીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આની માહિતી આપી છે. સોની ટીવી તરફથી આપેલી માહિતી પ્રમાણે આ શૉનું શૂટિંગ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે સાથે જ કેબીસીના સેટની તસવીરો પણ શૅર કરવામાં આવી છે. હકીકતે, કોરોનાવાયરસના પ્રકોપને કારણે આ વખતે ઑડિયન્સની સેટ પર એન્ટ્રી નહીં થાય અને ઑડિયન્સ વગર જ શૂટ કરી શકાય છે.
આમ તો કપિલ શર્મા શૉના એપિસોડ પણ ઑડિયન્સ વગર જ શૂટ કરવામાં આવી રહ્યા છે ત્યાર બાદ સમાચાર એ પણ છે કે ઑડિયન્સ વગર શૉ શૂટ થવાને કારણે ઑડિયન્સ પૉલ નામની લાઇફલાઇન પણ ખતમ કરવામાં આવી શકે છે. જો કે અત્યાર સુધી આ લાઇફલાઇનને લઈને કોઇ માહિતી આવી નથી. આ વખતે શૉના સેટને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે કોન્ટેસ્ટન્ટ પોતાની સાથે પરિવારના કોઇપણ એક સભ્યને લાીવ શકે છે,પણ તેમના બેસવાની વ્યવસ્થા જુદી કરવામાં આવી છે.
સાતે જ સેટ પર પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે.તો કોન બનેગા કરોડપતિ સેટ પર અમિતાભ બચ્ચન સાથે શૂટિંગમાં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હકીકતે અમિતાભ બચ્ચન તાજેતરમાં જ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સેટની તસવીરો પણ શૅર કરી હતી જેમા દેખાય છે કે તે સેટ પર હાજર બધા લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું છે અને પીપીઇ કિટ પહેરીને શૂટિંગ કરી રહ્યા છે
