કોરાનાની ગાઇડલાઇનનો ભંગ – રાજકોટમાં બે રેસ્ટોરાં સંચાલક, બે પાનના દુકાનદાર સામે ગુનો

Spread the love

રાજકોટ,
રાજકોટમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ બે રેસ્ટોરાં સંચાલક તેમજ બે પાનની દુકાનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે બે રેસ્ટોરાં સંચાલક અને બે પાનના દુકાનદારની અટકાયત કરીને નિયમ મુજબ કાર્યવાહી કરી છે.
રાજકોટ શહેરમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે, જેમાં ઉૐર્ં તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાની ગાઇડલાઇનનો પાલન કરવા નિર્દેશ કર્યો છે. તેમજ તેનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાયદાકીય પગલાંની ચીમકી પણ ઉચ્ચારી છે. ગાઇડલાઇન મુજબ જ્યાં લોકોની વધુ અવરજવર હોય એવા જાહેર તથા ખાનીગ સ્થળો તેમજ તમામ હોટેલ, રેસ્ટરાં, ખાણીપીણીના સ્થળો, મીઠાઈ-ફરસાણની દુકાનો, ભોજનાલય વગેરે સ્થળોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા સ્વચ્છતા જાળવવી, હેન્ડ વોશ (સેનિટાઇઝર) રાખવા, તેમજ બે ટેબલ વચ્ચેનું અંતર એક મીટરથી વધુ રાખવું.
આ ગાઇડલાઇ્‌નનું ઉલ્લંઘન કરવા બદલ આકરી કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ બાબતે પેટ્રોલિંગમાં હતો, એ સમયે બંસીધર રેસ્ટોરાં તેમજ મમતા ડાઇનિંગ હોલમાં આ ગાઇડલાઇનનો સ્પષ્ટ ભંગ જાવા મળ્યો હતો.
આથી આ બંને રેસ્ટારાં સંચાલક ભાવેશ સુરેશભાઈ મહેતા (ઉ.૪૨) તેમજ વિજય મોહનભાઈ માંગણી (ઉ.૩૯)ની સામે ગાઇડલાઇન ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ભÂક્તનગરમાં આવળ ડિલક્સ પાનના માલિક રવિ જયમલ ચૌહાણ (ઉ.૨૨) તેમજ તેમજ સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા સુરેશ પાનની દુકાનના માલિક નરેન્દ્ર ડાયાભાઈ ગાંભવા (ઉ.૪૭) સામે ગુનો નોંધી અટક કરી, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Right Click Disabled!