કોરાના સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક જ એક ઉપાય

કોરાના સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક જ એક ઉપાય
Spread the love
  • જિલ્લાના ૧૦ લાખથી વધુ વ્યિકિતઓએ આયુર્વેદિક/હોમીયોપેથિક દવાનો લાભ લીધો

વલસાડ
કોરોના મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્યરક્ષેત્રે સમૃધ્ધર દેશો પણ કોરાનાના કહેરથી ત્રાહિમામ પોકારી ગયા છે. સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી શોધવા મથામણ કરી રહયા છે, પરંતુ ચોકકસ સફળતા મળી નથી. ભારત દેશ પણ કોરોનાગ્રસ્તસ બન્યોે છે. ત્યાારે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્સાદ મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક/ હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. અને તેના સારા પરિણામો પણ મળી રહયા છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વધારવી એજ ઉપાય છે, એ આયુર્વેદિક / હોમિયોપેથી દવા થકી પ્રાપ્તર થઇ રહી છે.

ગુજરાતમાં કોરાનાના સંક્રમણને રોકવા તેમજ કોરોનાગ્રસ્તોાની સારવારમાં નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન મુજબ આયુર્વેદિક/હોમિયોપેથીક પધ્ધોતિનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. વલસાડ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના નેજા હેઠળ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરીના ડૉકટર્સ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં તથા ગામડાઓમાં આયુર્વેદિક ઉકાળો, શંશમનીવટી તથા આર્સેનિક આલ્બીમનું વિતરણ કરવામાં આવી રહયું છે.  આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વધુ અસરકારક રીતે થાય તે માટે તાલુકા હેલ્થે ઓફિસરશ્રીઓ, આરોગ્યઆ કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો, આયુર્વેદિક વિભાગના ડૉકટર્સ તથા સ્ટાઓફ, સ્વાયમી વિવેકાનંદ યુવા મંડળ તથા વિવિધ સેવાભાવી સંસ્થાાઓના સહયોગથી વિતરણ કરવામાં આવી રહયું છે.

જિલ્લામાં ૧૮૦૦થી વધુ જગ્યા્એ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું છે. જેમાં ૬,૮૪,૯૯૩ વ્ય કિતઓ તેમજ ૧.૨૦ લાખ વ્ય્કિતઓને શંશમનીવટી અને બે લાખ જેટલા વ્યુકિતઓને આર્સેનિક આલ્બયમનું વિતરણ મળી કુલ ૧૦ લાખ લોકોએ આયુર્વેદિક/હોમીપેથિક દવાનો લાભ લીધો છે. વલસાડ જિલ્લામાં આવેલા તમામ કવોરોન્ટાલઇન સેન્ટેરો, કન્ટેછઇનમેન્ટળ ઝોન વિસ્તાલરમાં, સરકારી/અર્ધસરકારી ક્ષેત્રોમાં આવશ્ય ક સેવાઓમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને પણ આયુર્વેદિક/ હોમીયોપેથિક દવાનો લાભ આપવામાં આવી રહયો છે.

Right Click Disabled!