કોરોનાના કહેર વચ્ચે મહિસાગરમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓની થઈ આરોગ્ય તપાસ

કોરોનાના કહેર વચ્ચે મહિસાગરમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓની થઈ આરોગ્ય તપાસ
Spread the love

લુણાવાડા,
કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવા પોલીસ વિભાગના કર્મયોગીઓ રાત-દિવસ જોયા વગર જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મયોગીઓ ની આરોગ્યની જાળવણી પણ ઘણી જ જરૂરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ફરજ પરના પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓની આરોગ્ય ચકાસણી અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ખાતે હાલની કોરોના ની પરિસ્થિતિને ધ્યાને લઈ આર.બી એસ.કે ના ડો.દત્તું અને ડો. સુથાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. તબીબો દ્વારા પોલીસ કર્મીઓનું થર્મલ ગનના માધ્યમથી તેમના શરીરનું તાપમાન નોંધી તેમને ઉપયોગી જાણકારી પણ આપવામાં આવી હતી. આ રીતે આરોગ્ય તપાસ કરી પોલીસ કર્મીઓને સુરક્ષિત રાખવાનો શુભ આશય છે.

Right Click Disabled!