કોરોનાના સામેનો જંગ જીત્યા મોઢેશ્વરી સોસાયટીના શારદાબેન મોઢ

કોરોનાના સામેનો જંગ જીત્યા મોઢેશ્વરી સોસાયટીના શારદાબેન મોઢ
Spread the love

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોના ના કેસો વધી રહ્યા છે જેમાં સિદ્ધપુરમાં પણ કોરોના ના કેસો દિવસે દિવસે આવવા લાગ્યા છે, ત્યારે આ વિસ્તા રના કોરોના પોઝિટિવ દર્દીઓ ને પાટણ ધારપુર ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

આશરે દસ દિવસ પહેલા સિદ્ધપુરની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા વરિષ્ઠ પત્રકાર એવા પરેશભાઈ મોઢ ના માતૃશ્રી શારદાબેન અરવિંદભાઈ મોઢ (ઉંમર વર્ષ 71) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને પાટણ ધારપુર ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જો કે અડગ મનના શારદાબેન મોઢ કોરોના ની સામે એક અઠવાડિયા સુધી ઝઝૂમ્યા હતા. સ્થાનિક ડોક્ટરોની પ્રશંસનીય સારવાર તેમજ માર્ગદર્શનને કારણે શારદાબેન મોઢને કોરોના સામેની લડાઈમાં સફળતા મળી હતી અને તેઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પાછા ફર્યા હતા.

કોરોના ને મ્હાત આપનાર શારદાબેન મોઢે જણાવ્યું હતું કે કોરોના થી કોઈએ ડરવાની જરૂર નથી. સાવચેતી જરૂરી છે. માનસિક ડરને કારણે દર્દીઓ પોતાની કોરોના સામે લડવાનો Will Power ગુમાવી દેતા હોય છે. પરંતુ ખરેખર જો ડોક્ટરના માર્ગદર્શન મુજબ નિયમિત દવા લેવામાં આવે તેમજ ગરમ પાણી અને ઉકાળા સહિતની આયુર્વેદિક સારવારનો પણ ઉપયોગ કરવામાં આવે તો કોરોના સામેની લડાઈમાં ચોક્કસ સફળતા મળે છે. સિધ્ધપુર પોતાના ઘરે પાછા ફરેલા શારદાબેન મોઢને પડોશીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. શારદાબેન ના પુત્ર પરેશભાઈ મોઢે હોસ્પિટલના ડોક્ટરો તેમજ શારદાબેન નું સન્માન કરનાર સોસાયટીના પડોશીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

જય આચાર્ય

Screenshot_20200803-191309_Gallery.jpg

Right Click Disabled!