કોરોનાની અસરઃ રાજકોટ, સુરત,પોરબંદર,વડોદરામાં કલમ-૧૪૪ લાગૂ

Spread the love

ગાંધીનગર,
રાજકોટ અને સુરત બાદ અમદાવાદમાં સરકારે કલમ ૧૪૪ની કલમ લાગુ કરે તેવી સંભાવના છે. આ અંગે સત્તાવાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં કોરોનાના ૨ કેસ પોઝિટીવ આવ્યા બાદ તુરંત જ છસ્ઝ્રએ બેઠક બોલાવી લીધી છે. ગુરુવારે રાજકોટ અને સુરતમાં ૧૪૪ લાગૂ કર્યા બાદ અમદાવાદ ૧૪૪ની કલમ લાગુ કરાય તેવી શક્્યતા છે. ગુજરાતમાં કોરોનાના કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૨, રાજકોટ, સુરત અને વડોદરામાં ૧-૧ કેસ સામે આવ્યો છે.
બીજી બાજુ પોરબંદરમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. પોરબંદરમાં કોરોના વાયરસને લઈને કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. પોરબંદરમાં સાવચેતીના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદરમાં ૧૪૪ લાગૂ હોવાથી જિલ્લા વિસ્તારમાં ૪થી વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી થશે. કોરોના વાઇરસને લાઈનર વહીવટી તંત્રએ ૧૪૪ લાગુ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદીઓએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. અમદાવાદમાં કોરોનાના ૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. દર્દીના પરિજનોને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી ચાલુ છે. જેથી ૫૫૯ મુસાફરો વિદેશથી આવ્યા તેમાથી ૬૩ ઓબ્ઝર્વેશન હેઠળ છે. ૪૯૨ લોકોને ઘરે ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.

Right Click Disabled!