કોરોનાને હળવાશમાં ન લો : નરેન્દ્ર મોદી

કોરોનાને હળવાશમાં ન લો : નરેન્દ્ર મોદી
Spread the love
  • રસી ન શોધાય ત્યાં સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કોરોના રોગચાળા તરફ ગાફેલ નહીં રહેવાનો અનુરોધ કર્યો હતો. વૈજ્ઞાનિકો કોરોનાની રસી તૈયાર ન કરે ત્યાર સુધી ફેસ માસ્ક્સ પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ દો ગજ કી દૂરી જાળવવામાં બેદરકારી ન રાખવા વડા પ્રધાને જણાવ્યું હતું. વડા પ્રધાને સાર્વજનિક સ્થળો પર નહીં થુંકવાની અપીલ પણ કરી હતી. તેમજ સ્વસ્થ અને સુરિક્ષત રહો. ઘરના વડીલોની કાળજી રાખો. જ્યાં સુધી રસી ન શોધાય ત્યા સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગને જ રસી સમજો. મોદીજીએ 20,050 કરોડની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તેમજ બિહાર માટેની કેટલીક યોજનાઓનો વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આરંભ કરતાં રોગચાળા સામે સાવધ રહેવાની સૂચના આપી હતી.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આપેલા રોગચાળાની ચોવીસ કલાકના વિગતો અનુસાર ૯૫,૭૩૫ નવા કેસીસ નોંધાતાં અત્યાર સુધીનો કુલ આંકડો ૪૪ લાખથી ઉપર ગયો હતો. આવી પરિસ્થિતિમાં દરરોજના એક લાખ કેસનો આંકડો ક્યારે પણ પાર કરી શકે એમ છે. આથી જ મોદી દ્વારા ફરી વાર લોકોને ચેતવણી સાવધાન રહેવાની ચેતવણી અપાઈ છે. બદરીનાથ ધામનું ધાર્મિક મહત્ત્વ જાળવીને વિકાસ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનને આપી સલાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બદરીનાથ ધામની આધ્યાત્મિકતા તેમ જ ધાર્મિક મહત્ત્વ જાળવીને એનો વિકાસ કરવાના આદેશ આપ્યા હોવાનું ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે બુધવારે જણાવ્યું હતું. વડા પ્રધાન મોદી ચારે ધામ માટે વિશેષ આદર ધરાવે છે. બદરીનાથ ધામનો માસ્ટર પ્લાન તેમને બતાવવામાં આવ્યો હતો. તેમણે ધામની આધ્યાત્મિકતા તેમ જ ધાર્મિક મહત્તા જાળવીને એનો વિકાસ કરવાના આદેશ આપ્યા હતા.

બદરીનાથ ધામમાં વધતા જતા મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને એના વિકાસની યોજના તૈયાર કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કેદારનાથ ધામમાં ચાલી રહેલા વિકાસ કાર્યની સમીક્ષા કરી હતી. સમીક્ષામાં વધુ યાત્રાળુઓ તેમ જ પ્રવાસીઓને મુલાકાત માટે સક્ષમ બનાવે એ માટે કેદારનાથ ખાતે માળખાગત સુવિધાઓને વેગ આપવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ યાત્રાળુને અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

1009-modi_d.jpg

Right Click Disabled!