કોરોના કાળ છતાં મેડિકલ ઓફિસર 9 જગ્યા ખાલી

કોરોના કાળ છતાં મેડિકલ ઓફિસર 9 જગ્યા ખાલી
Spread the love
  • કોરોના કાળ છતાં મેડિકલ ઓફિસર ૯ જગ્યા ખાલી

કોરોના મહામારીમાં જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ૯ મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે. જામજોધપુર તાલુકાના સારવાર કેન્દ્ર સ્ટાફ અભાવે ભગવાન ભરોસે છે. આથી તાકીદે જગ્યા કરવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો મુખ્યત્વે આરોગ્ય અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે.

કોરોનાની કપરી સ્થિતિમાં જામનગર જિલ્લામાં જીલ્લા પંચાયત પીએચસી સેન્ટરમાં ૯ મેડીકલ ઓફીસરની જગ્યા ખાલી છે. જામજોધપુર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધ્રાફા, સમાણા, જામવાડી, પરડવા, ધુનડા અને ખડબામાં ૬ જગ્યા ખાલી છે. લાલપુર તાલુકાના મોડપરમાં મેડિકલ ઓફિસર નથી. પીપરટોડા પીએચસીના તબીબને એક વર્ષ માટે જી.જી.હોસ્પિટલમાં ડેપ્યુટેશન માં મુક્યા છે. કાલાવડ, ધ્રોલ, જોડિયા તાલુકામાં તાલુકા ઓફિસરની જગ્યા ખાલી છે. હાલમાં કોરોના વચ્ચે ચોમાસાની સિઝનના કારણે ડેગ્યુ, ટાઈફોડ, મેલેરિયા અને ચિકનગુનિયાના રોગચાળાની દહેશત હોય આરોગ્ય અધિકારીની જગ્યા ભરવા માંગણી કરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

G-G-Hospital-3.jpg

Right Click Disabled!