કોરોના મહામારીની પરિસ્થિતિમાં કેપિટલ ક્રિએટીવ ક્લબ ગાંધીનગર દ્વારા આ વર્ષે નવરાત્રી નહી યોજવાનો નિર્ણય

Spread the love

કેપિટલ ક્રિએટીવ ક્લબ  છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કપરા કાળમાં પરિસ્થિતિ હજુ પણ વિકટ છે. કોરોના  નિયંત્રણમાં જરૂર આવ્યો છે, પરંતુ હજુ કેસોની સંખ્યા યથાવત રહી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે. આવી પરિસ્થિતિ હજુ આગામી મહિનાઓ સુધી યથાવત રહે તેવી સંભાવનાને પગલે ગાંધીનગર કેપિટલ ક્રિએટીવ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલે આજે આ જાહેરાત કરતાં જણાવ્યું  કે, કેપિટલ ક્રિએટીવ ક્લબ દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય  ક્લબ દ્વારા  વ્યાપક જનહિતમાં લેવામાં આવ્યો છે  કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે.

આવા સંજોગોમાં ગાંધીનગરના નાગરિકોની સલામતી એ આપણી ટોચની અગ્રતા છે. સંસ્થાના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ બિહોલા દ્વારા જગતજનની જગદંબા મા અંબાજીને કોરોનાની મહામારીમાથી સમગ્ર માનવજાતને મુક્ત કરે તેવી પ્રાથના કરીએ છીએ. સમગ્ર વિશ્વ જલ્દીથી કોરોના મુક્ત થાય તે માટે તમામ નાગરીકો કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરે અને કરાવે તેવી અખિલ સંસ્થાના પ્રતિનિધીઓ સર્વશ્રી શંકરસિંહ રાણા ( ચેરમેન, મધુર ડેરી, ગાંધીનગર), વસુદેવભાઈ પટેલ (પ્રમુખ, ગુડા સોસાયટી એ.સો.) અનિલ પટેલ ( નિસર્ગ કોમ્યુનિટી સયન્સ સેન્ટર) શ્રી હિતેન્દ્રસિંહ રાઓલ, શ્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી સંદિપ જોષી, શ્રી ચંન્દ્રેશભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ મારૂ, શ્રી મનિષભાઈ ખત્રી, શ્રી સમિરભાઈ ત્રિવેદી તેમજ અન્ય આગેવાનો એ કરેલ છે.

Right Click Disabled!