કોરોના મહામારીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા તલાટીઓનું સન્માનિત કરાયા

સાંપ્રત વિશ્ર્વવ્યાપી કોરોના મહામારી વખતે ગ્રામ્ય કક્ષાએ પ્રજાજનોની પડખે રહી સરકારશ્રીની ગાઈડ લાઈન અને સુચનો મુજબ કરવાની થતી તમામ કામગીરી મોડાસા તાલુકાના તલાટી કમ મંત્રીઓ એ ઉત્કૃષ્ટ રીતે કરી જે ધ્યાને લઇ આજે તાલુકા પંચાયતના સભાખંડમાં તમામ તલાટી કમ મંત્રી ઓ ને તથા સરપંચશ્રીઓ ને તાલુકા વિકાસ અધિકારી ગોપાલભાઈ પટેલ આ. તા. વિ .અ કંદપઁભાઈ પંડ્યા તથા અન્ય અધિકારીઓ ની ઉપસ્થિત માં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા તાલુકા ત.ક.મંત્રી મંડળના પ્રમુખ ગિરધરભાઈ પંડ્યા તથા જીલ્લા ત.ક.મંત્રી મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલે સાહેબશ્રીનો આભાર માની ભવિષ્યમાં કરવાની થતી સરકારશ્રીની તમામ કામગીરીઓમાં મોડાસા તાલુકો જીલ્લામાં અગ્રેસર રહેશે તેવી કામગીરી કરવાની જવાબદારી પણ સ્વીકારી છે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)
