કોરોના વાઇરસ સામે જનતા કરફ્યુમાં સક્રીય રીતે જોડાવા રાજ્યપાલની નાગરિકોને અપીલ

Spread the love
  • કોરોના વાઇરસ સામેની લડતમાં સામેલ તમામ કર્મયોગીઓની સેવાને બિરદાવવા પણ રાજ્યપાલની અપીલ

ગાંધીનગર,
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કોરોનાની મહામારી સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તા. 22 માર્ચે સવારના 7-00 વાગ્યાથી રાત્રીના 9-00 વાગ્યા સુધીની જનતા કરફ્યુની અપીલને માન આપીને ગુજરાતનો પ્રત્યેક નાગરિક જનતા કરફ્યુમાં સક્રીય રીતે જોડાય તે માટે રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.
રાજ્યપાલશ્રીએ તેમની અપીલમાં જણાવ્યુ છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં આ રોગ સામે લોકજાગૃતિ અને સાવચેતી ખૂબજ અનિવાર્ય છે. જનતા કરફ્યુના કારણે કોરોના વાઇરસના સંક્રમણની શ્રુંખલાને તોડવામાં આપણે સફળ થઇ શકશું.
કોરોના વાઇરસ સામેની લડતમાં સામેલ તમામ કર્મયોગીઓની સેવાને બિરદાવવા જનતા કરફ્યુના દિવસે સાંજે પાંચ વાગ્યે ઘરના દરવાજામાં, બાલ્કનીમાં તેમજ બારીઓ પાસે ઉભા રહીને તાલીઓ પાડીને, થાળી કે ઘંટડી વગાડીનેકૃતજ્ઞતા વ્યક્ત કરવાની વડાપ્રધાનશ્રીની અપીલ સંદર્ભે આ કાર્યમાંરાજયના સૌ નાગરિકો જોડાય તેવો પણ રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો છે.

Right Click Disabled!