કોરોના વાઈરસને ધ્યાનમાં લઈ જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી બંધ રહેશે

Spread the love

સુરત,
સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું છે કે, તાજેતરમાં વિશ્વભરમાં પ્રસારિત થયેલ કોરોના વાઇરસની હાડમારીના લીધે ઉભી થયેલી પરિસ્થિતીના કારણે માસ ગેધરીંગ નહી કરવા અંગે ભારત સરકારશ્રી તરફથી સુચના આપવામાં આવી છે તેના અંતર્ગત કોરાના વાયરસનો વધુ ફેલાવો ન થાય તેની સાવચેતીના પગલાં રૂપે જિલ્લા પુરવઠા કચેરી સુરત હસ્તકની તમામ ઝોનલ કચેરીઓ, કલેકટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર, જિલ્લાના તમામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર તથા પુરવઠા ખાતા હસ્તકની રેશનકાર્ડ સંબંધિત કોઇપણ કામગીરી માટે તા.૨૧/૦૩/ર૦ર૦થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી બંધ રહેવાની હોવાથી જાહેર જનતાએ રેશનકાર્ડ, આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર ઝોન ઓફિસને લગતી તમામ કામગીરી માટે અરજદારોએ સરકારશ્રીની વેબસાઇટ https://www.digitalgujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરવી.

Right Click Disabled!