કોરોના વાયરસના કારણે કડીમાં રામનવમી નિમિત્તે નીકળનારી 39 મી શોભાયાત્રા મુલતવી

કોરોના વાયરસના કારણે કડીમાં રામનવમી નિમિત્તે નીકળનારી 39 મી શોભાયાત્રા મુલતવી
Spread the love

કડી શહેરમાં દર વર્ષે રામનવમી નિમિતે ઐતિહાસિક શોભાયાત્રા નીકળે છે જેમાં કડી શહેરની ધર્મપ્રેમી જનતા હર્ષોઉલ્લાસ સાથે ભાગ લે છે પરંતુ આ વર્ષે રામનવમી નિમિતે નિકળનાર 39 મી ઐતિહાસિક શોભાયાત્રા કોરોના વાયરસ ન કારણે મુલત્વી રાખવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ના કારણે દહેશત ફેલાયેલી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના પગલાં રૂપે મંદિરો, શાળા, હોટેલ, કોલેજો, મોલ જેવા વિવિધ એકમો એક પખવાડિયા માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે કડી શહેરમાં પણ રામનવમી નિમિતે નિકળનાર શોભાયાત્રા કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તેવા હેતુ થી મુલત્વી રાખવામાં આવ્યું છે.

કડી વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે બીજી એપ્રિલના રોજ રામનવમી ના પવિત્ર પર્વ નિમિત્તે કડી શહેરમાં ભવ્યાતિભવ્ય 39 મી શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વી.એચ.પી.,બજરંગદળ અને સૌ ધર્મપ્રેમી જનતા વિશાળ જનમેદનીમાં રામ ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે પરંતુ તાજેતરમાં વ્યાપેલ કોરોના વાયરસની મહામારીને લક્ષમાં લઈને સૌની સુરક્ષા અને સાવધાની હેતુ માટે વી.એચ.પી.કડી દ્વારા આ વાયરસથી બચવા અગમચેતીના ભાગરૂપે શોભાયાત્રા ને મુલત્વી રાખવામાં આવેલી છે.

રિપોર્ટ – ધવલ ગજ્જર

IMG-20200321-WA0120.jpg

Right Click Disabled!