કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ

કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ
Spread the love

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. હું તમામ અમરેલી જિલ્લાના વાસીઓને વિનંતી કરું છું કે આ લડત સામે વહીવટી તંત્રને સહભાગી બને તેમજ અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર ન નીકળે.

આ ઉપરાંત વિદેશ અને અન્ય રાજ્ય બહારથી પ્રવાસ કરીને આવેલા વ્યક્તિઓને વિનંતી છે કે એ પોતાના ઘરમાં ૧૪ દિવસનું હોમ કોરન્ટાઇન પૂર્ણ કરે જેથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ નાગરિકોને આવતીકાલે જનતા કર્ફ્યુની અપીલ કરી છે તો હું પણ મારા થકી તમામ અમરેલી જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આવતીકાલે સવારે સાત થી સાંજના નવ વાગ્યા સુધી કોઈ પણ ઘરથી બહાર જવાનું ટાળીયે અને જનતા કર્ફ્યુમાં સહભાગી બનીએ.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200321-WA0035.jpg

Right Click Disabled!