કોરોના વિસ્ફોટ : અરવલ્લીમાં એક જ દિવસે 11 કોરોના પોઝિટિવ કેસ

સરડોઈ : અરવલ્લી જિલ્લા માં કોરોના બેલગામ બન્યો છે.શનિવારે એક સાથે કોરોના પોઝિટિવ ૧૧ કેસ બહાર આવતા હડકંપ મચી ગયો છે. અનલૉક ૩ પછી ગ્રામ્ય વિસ્તારો માં સ્થિતિ બેકાબૂ બની છે છતાં આરોગ્ય વિભાગ સબ સલામત ની આલબેલ પોકારી રહ્યું છે. ખાસ કરીને કચ્છી કંપાઓમાં કોરોનાના વધતા સંક્રમણથી ચિંતા ઉપજી છે.અન્ય ગામોની સરખામણીમાં કંપાઓમાં શરૂઆત થી સ્વૈચ્છિક જાગૃતિ રાખી બહારના લોકોની અવર જવર ઉપર રોક લગાવવામાં આવી હતી અને સામાજિક દૂરીનું પાલન કંપાઓમાં સ્વયંભૂ થતું હોય તેમ છતાં કોરોનાના વધતા સંક્રમણ મુદ્દે આરોગ્ય વિભાગે ઊંડાણથી તપાસ કરવી રહી જિલ્લામાં કોરોના કાબૂમાં આવ્યો હોવાના ઢોલ પીટવામાં આવી રહ્યા છે તેની ફરી પોલ ખુલી છે. ગામડાંઓમાં હજુ પણ ફરજિયાત માસ્ક અને સામાજિક દૂરીનું પાલન કરાવવામાં નઈ આવે તો હજુ વધુ વિસ્ફોટ થવાની દહેશત છે.
દિનેશ નાયક (સરડોઈ)
