કોરોના સામે સાવચેતીના ઘનીષ્ઠ પગલા લેવા ધાર્મિક અગ્રણીઓની અપીલ

કોરોના સામે સાવચેતીના ઘનીષ્ઠ પગલા લેવા ધાર્મિક અગ્રણીઓની અપીલ
Spread the love

જનતા કરફયુ નહિ પણ કેર ફોર યુ છે : મહંતશ્રીકરસનદાસ બાપુ
પરબધામના મહંતશ્રી કરસનદાસબાપુ એ, સેવકગણને અપીલ કરતા જણાવ્યું છે કે, વૈશ્વિક આપદા સમાન કોરોના- કોવિડ ૧૯ વાઈરસની ઘાતક બીમારીઓ સામે જાગૃતિ કેળવવા માટે રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રવીવારના રોજ કેર ફોર યુ અંતર્ગત પ્રત્યેક વ્યકિત એ પોતાના સ્વાસથ્ય માટે એક દિવસ પોતાના નિવાસ સ્થાને રહેવું અને જાહેર માનવીય સંસર્ગોને ટાળવા. સાથે સાથે મહંતશ્રી એ જણાવ્યું કે, પહેલુ સુખ તે જાતે નર્યા ની ઉકિતને સાર્થક કરવા આપણે સૈા જાગૃતિ કેળવીએ. તથા સરકાર તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા અપાતી વખતો વખતની માર્ગદર્શિકા ને અનુસરીએ એ જ આજના દિવસની જરૂરિયાત છે.

લોકો એક બીજાના સંપર્ક થી દૂર રહે : મહંત સ્વામીજી પ્રેમસ્વરૂપદાસજી
સ્વામીનારાયણ મંદિર જૂનાગઢના મહંત સ્વામીજી પ્રેમસ્વરૂપદાસજી એ જણાવ્યું હતું કે, ભારત અને વિશ્વમાં ફેલાયેલ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા પ્રયાસ કરવા ખુબ જરૂરી છે.તેમણે ઉમેર્યુ કે, દરેક ઘર્મના લોકો એ સહકાર આપવો જરૂરી છે. લોકોએ એકબીજાના સંપર્ક થી દુર રહેવુ.તેમજ સરકારના તમામ વિભાગોને સહયોગ આપવો.

પ્રધાનમંત્રીશ્રી એ કરેલ આહવાનમાં સહભાગી બનીએ : તનસુખગીરી બાપુ
ગિરનાર અંબાજી મંદીરના મહંતશ્રી તનસુખગીરી બાપુએ દેશ વિદેશમાં વસતા લોકોને અપીલ કરતા જણાવ્યુ કે, કોરોના વાઇરસ નો ફેલાવો ન થાય તે અંગે તકેદારી રાખીએ. તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા આ વાઇરસ અંગે કરેલા આહવાનને સમર્થન આપીએ તથા સહભાગી બનીએ. થોડા દિવસો ગીરનાર અંબાજીના દર્શનાર્થે ના આવવા શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી

ભીડભાડવાળી જગ્યા એ જવું નહિ, લોકો ઘરમાં જ સમયમાં વીતાવે : અલીમોહમ્મદ પલેજા જુમ્મા મસ્જિદ
જુમ્મા મસ્જીદના મૈાલવી અલીમોહમ્મદ પલેજાએ જૂનાગઢવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાઇરસનો ભારત અને ગુજરાતમાં પગપેસારો થઇ ચૂક્યો છે.ત્યારે તેનો પ્રતિકાર કરવા તૈયાર રહેવુ.સ્વછતા પર વઘુ ભાર આપવો. ભીડ ભાડવાળી જગ્યા પર જવુ નહિ.તેમજ લોકો ઘરમાં જ સમય વીતાવે તે હિતાવહ છે. તા.૨૨ના જનતા કરફ્યુ કાર્યક્રમમાં સરકારને સહયોગ આપીએ.

પ્રધાનમંત્રીશ્રીના જનતા કરફયુ કાર્યક્રમમાં લોકો સહભાગી બને મોહમ્મદ યાકુબ સિદકી,દારૂલ ઉલુમ ફેઝુલ રહેમાન એજયુકેશન ટ્રસ્ટ
જૂનાગઢ દારૂલ ઉલુમ ફઝુલ રહેમાન એજયુકેશન ટ્રસ્ટના જનરલ સેક્રટરી મોહમ્મદ યાકુબ સિદીકી એ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ નો સામનો કરવા વહિવટી તંત્ર અને સરકાર દ્રારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોના થી રક્ષણ મેળવવા માટે લોકો ઘરે રહે. કામ વગર બહાર ન નીકળે. પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનતા કરફ્યુ કાર્યક્રમમાં જૂનાગઢવાસીઓને સહભાગી બનવા અપીલ કરી હતી.

કોરોના વાઈરસને લોકો હળવાસ થી ન લે : ડો.હારૂન વિહળ
દેશભરમાં કોરોના વાઈરસ મહામારી તરીકે ઉભરી રહયો છે. કોરોના વાઈરસના સંક્રમણ ને અટકાવવા દરેક વ્યકિત સ્વછતા પર ધ્યાન આપે. વારંવાર હાથ ધોવા તેમજ આ વાઈરસને હળવાસ થી ન લેવા અપીલ કરી હતી. ઉપરાંત થોડા સમય સુધી કોઈ સામાજિક મેળવાવડા કે કાર્યક્રમોનું આયોજન ન કરવા પણ જણાવ્યું હતુ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200321-WA0099.jpg

Right Click Disabled!