કોરોના હાહાકાર : મોરબી જીલ્લામાં કલમ ૧૪૪ લાગુ, ખોટા મેસેજ ફેલાવ્યા તો થશે કાર્યવાહી

કોરોના હાહાકાર : મોરબી જીલ્લામાં કલમ ૧૪૪ લાગુ, ખોટા મેસેજ ફેલાવ્યા તો થશે કાર્યવાહી
Spread the love

વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે અને ભારત તેમજ ગુજરાત સરકાર કોરોનાને રોકવા કદમો ઉઠાવી રહી છે ત્યારે જાહેર સ્થળે વાયરસ ફેલાતો રોકવા મોરબી જીલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે

મોરબી જીલ્લા અધિક કલેકટર કેતન જોષીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૭ (૪) ની રૂએ મળેલી સત્તા મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં જાહેર સ્થળોએ પૂર્વ પરવાનગી વગર કોઈપણ સભા, સરઘસ કે મેળાવડાના આયોજન કરવા નહિ કે આવા આયોજનમાં લોકોએ હાજર રહેવું નહિ, મોલ.મલ્ટીપ્લેક્ષ, સિનેમા કે નાટ્યગૃહો જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, મોલમાં આવેલ કરિયાણું અને દવાની દુકાનો ખુલ્લી રાખવાની રહેશે.

જીમ, સપોર્ટસ કોમ્પ્લેક્ષ સ્વીમીંગ પુલ અને ગેમ ઝોન તેમજ લાઈબ્રેરી જાહેર જનતા માટે બંધ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ સહિતના તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા, તમામ હોટેલ, ખાણીપીણીના સ્થળો મીઠાઈ ફરસાણ દુકાન, ભોજનાલય બંધ રાખવા અને ખાનગી સ્થળો જ્યાં મોટી ભીડ થતી હોય તેવા જાહેર સ્થળો પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશ્યલ મીડિયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે, અને કાયદેસર કાર્યવાહી કરાશે.

જીલ્લાની કચેરીમાં આવેલ તમામ જનસેવા કેન્દ્રો બંધ રાખવાના રહેશે અને સરકારી કચેરીમાં આવતા મુલાકાતીઓને પ્રવેશ અટકાવવાનું જાહેર કરેલ છે અપવાદરૂપે ઈમરજન્સી કિસ્સામાં જ મુલાકાતીને પ્રવેશ અપાશે જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલ હોય તો તેને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કંટ્રોલ રૂમ ફોન નં +૯૧ ૧૧ ૨૩૯૭ ૮૦૪૬ અથવા હેલ્પલાઈન નંબર ૧૦૪ પર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

આ જાહેરનામું મોરબી જીલ્લાના સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લાગુ પડશે આ હુકમની અમલવારી તા. ૨૦ માર્ચથી તા. ૩૧ માર્ચ સુધી કરવાની રહેશે જેનો ભંગ કરનાર સામે ભારતીય દંડસંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Screenshot_2020-03-20-20-46-37-368_com.miui_.videoplayer.png

Right Click Disabled!