કોર્પોરેટરોએ ધન્વતરી રથ અટકાવતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ

કોર્પોરેટરોએ ધન્વતરી રથ અટકાવતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ
Spread the love

સુરતના વરાછા વિસ્તારના પુણામાં ધન્વતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવાનં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દુર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવી હતી પરંતુ આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયરી થઈ હોવાનું બહાર આવ્યું છે.
લોકોની ફરિયાદ બાદ કોંગ્રેસના સભ્યોએ ધવન્તરી રથની ચકાસણી કરતાં તેમાં મોટી મત્રામાં એકસ્પાયરી ડેઈટની દવા સાથે આગામી મહિને એક્સપાયરી થાય છે. તેવી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે.

ધન્વન્તરી રથમાં લોકોને એક્સપાયરી ડેઈટની જવાનું વિતરણ થવાનું મસ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરતમાં હાલ કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં 100થી વધુ ધન્વનતરી રથ ચલા વવામાં આવી રહ્યા છે તેમાં ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી સાથે અન્ય દવાનું વિતરણ થઈ રહ્યું છે. આજે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્નવતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરતો હતો.

સોસાયટીના પ્રમુખ રાજુભાઈએ સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવાની અપીલ કરી હતી ધન્વતરી રથમાં બાળકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોહિની ઉણપ પણ દુર થાય તે માટે ફોરિક એસીડની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજુભાઈનો ત્રણ વર્ષ કરતા નાનો પુત્ર હતો તેના માટે ધન્વન્તરી રથમાં અઢી મહિના ચાલે એટલી એટલે 70 જેટલી ગોળી આપી હતી.રાજુભાઈ પુત્રને દવા પીવડાવવા માટે જાય તે પહેલાં જ તેમની નજર ગોળીની સ્ટ્રીપ પર પડી હતી જેના પર ઓગષ્ટ 2020 એક્સપાયરી ડેઈટ હતી તેથી તેઓ ચોંકી ગયાં હતા.

તેઓએ તાત્કાલિક આરોગ્યમંત્રીનો સંપર્ક કર્યો પણ સંતોષકારક જવાબ ન મળતા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવિલાય અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાને જાણ કરતા તેઓ તાત્કાલિક સીતા નગર સોસાયટી પહોંચ્યા હતા અને એક્સપાયરી ડેઈટની દવા જોઈએ હતી. કોંગ્રેના કાર્યકરો કોર્પોરેટર આવી જતા સીતામનગરમાંથી ધન્વતરી રથ અન્ય સોસાયટીમાં પહોંગી ગયો હતો ત્યાં જઈને પુછપરછ કરતા ફરજ પરના કર્મચારીઓએ પ્રિન્ટીંગ મિસ્કેટની વાત કરી હતી વધુ તપાસ કરતાં ધન્વન્તરી રથમાંથી અન્ય એક્સપાયરી ડેઈટની વધુ દવા મળી આવી હતી.

આ ઉપરાંત અન્ય એક દવા જે આવતા મહિને એક્સપાયર થાય છે તે દવાનો પણ જથ્થો મળી આવ્યો છે. આવતા મહિને એક્સાપય થતી દવા પણ લોકોને અઢીથી ત્રણ મહિનાની આપવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ તપાસ કરતા ધન્નવતરી રથમાં ફરજ બજાવતા કર્મચારીઓ ભાગી ગયા હતા. સુરતમાં ધન્વન્તરી રથમાં એક્સપાયરી ડેઈટની દવાનું કૌભાંડ ચાલી રહ્યુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સુરતમાં જ એક સો કરતાં વધુ ધન્નવતરી રથ ચાલી રહ્યા છે તેની સાથે રાજ્યભરમાં હજારોની સંખ્યમાં ધન્વનતરી રથમાં આ જ પ્રકારની દવા હોવાની શંકા થઈ રહી છે. જો આ અંગે તલસ્પર્શી તપાસ કરવામા આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

content_image_0ae6c259-fe03-4bee-8932-69e4bac0ca47.jpg

Right Click Disabled!