કોવિડ-19 દવાના બોક્સમાં દારૂની બોટલોની હેરફેર! 19 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

કોવિડ-19 દવાના બોક્સમાં દારૂની બોટલોની હેરફેર! 19 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
Spread the love
  • દારૂની હેરફેર માટે કોવિડ 19ની દવાના બોક્સનો ઉપયોગ શરૂ કર્યાનો પર્દાફાશ
  • જુદા-જુદા બોક્સમાં છુપાવેલો રૂ.18,85,600ની કિંમતનો ઇંગ્લિશ દારૂ-બિયરનો જથ્થો ઝડપ્યો
  • દારૂ ઉપરાંત રૂ.10 લાખનું કન્ટેનર, મોબાઈલ ફોન, રોકડ રકમ મળીને કુલ રૂ.28,87,460નો મુદ્દામાલ કબ્જે

અમદાવાદ : બુટલેગરોએ દારૂની હેરફેર માટે કોવિડ 19ની દવાના બોક્સનો ઉપયોગ શરૂ કર્યાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ (Ahmedabad Latest News) ગ્રામ્ય પોલીસના પેરોલ ફર્લો સ્કોડે સાણંદ બાયપાસ રોડ પર બાવળા-નળ સરોવર ચોકડી પર વોચ ગોઠવી હતી. ચેકીંગ દરમિયાન પોલીસે બંધ બોડીના કન્ટેનરમાંથી કોવિડ 19ની દવાના જુદા-જુદા બોક્સમાં છુપાવેલો રૂ.18,85,600ની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ચંદીગઢથી આવેલા કન્ટેનરના ડ્રાઈવરની અટક કરી છે. અમદાવાદ (Ahmedabad Latest News)ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડને બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો સાણંદ પાસેથી પસાર થવાનો છે.

જે મુજબ પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ જે.એમ.પટેલ, એએસઆઈ આનંદસિંહ સરવૈયા અને ટીમના માણસોએ સાણંદ બાયપાસ રોડ પર બાવળા-નળ સરોવર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બંધ બોડીનું સફેદ કલરનું કન્ટેનર જેનો આરટીઓ નંબર UP-14 GT 0225 નું આવતું દેખાયું હતું. પોલીસે આ કન્ટેનર રોકી તપાસ કરતા તેમાં કેમિસ્ટ બાયો સિક્યુરિટી પેકેજ કોવિડ 19 અને બેક્ટેરિયા ક્લીનર્સ લખેલા પૂંઠાના બોકસનો જથ્થો જેમાં દવા ભરેલી હોવાનો ડ્રાઇવરે દાવો કર્યો હતો. જો કે પોલીસે કોઈ કચાશ છોડ્યા વગર બોક્સ ચેક કરવાનો નિર્ણય લીધો હતો. બોક્સ ખોલતા જ તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે બીજા બોક્સ ખોલી ચેક કર્યા તેમાં પણ ઈંગ્લિશ દારૂ અને બિયરની બોટલો ભરેલી હતી.

આવા 416 બોક્સ કન્ટેનરમાં પડેલા જે તમામમાં ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલ હતી. પેરોલ ફર્લો સ્કોડએ ઇંગ્લિશ દારૂની 4104 નંગ બોટલ કુલ 342 પેટી તથા બિયરની 1776 નંગ બોટલો કુલ પેટી 74 જપ્ત કરી હતી. આમ ઇંગ્લિશ દારૂ અને બિયરની 5880 બોટલો રૂ.18,85,600ની જપ્ત કરી હતી. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર સત્યનારાયણ બારૂરામ ધાનક (ઉં,40)રહે, સેકટર-39 માલવા કોલોની, ચંદીગઢની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસે રૂ.18,85,600નો દારૂ ઉપરાંત રૂ.10 લાખનું કન્ટેનર, રૂ.500નો મોબાઈલ ફોન, રોકડ રૂ.1360 મળી કુલ રૂ.28,87,460નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂનો જથ્થો ચંદીગઢ આવ્યાનું ખુલ્યું છે. આ જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો? તે મુદ્દે તપાસ ચાલી રહી છે.

WhatsApp-Image-2020-09-13-at-1.56.42-AM.jpeg.jpg

Right Click Disabled!